________________
બાલ ત્રીજા
પૂર્વ કાળમાં આવી રીતે કર્તવ્ય અનુસાર વર્ણ ગણાતા. પરંતુ કાળક્રમે તે વર્યાં તે તે શાતિરુપે ગણાવા લાગ્યા. તે એક એક શાતિમાંથી પ્રસંગ-કારણવશાત અનેક ફાંટા નીકળ્યા. આજકાલ જગતમાં અનેક શાતિયો ગણાય છે. સૌ ખેતપેાતાની શર્મતમાંજ બેટી વ્યવહાર-લગ્નસંબંધ કરે છે.
ધંધા રોજગાર ઉપરથી પણ માણસા-કુટંબા ઓળખાય છે. જેમકે મહેતા, દેસાઈ, ભણશાળી, ફાફીયા, સંઘવી, વ્હોરા, પટેલ, ગાંધી વિગેરે. પરંતુ તેમાં બધા ભાઈઓ એકજ વંશના છે એવું પ્રાય: હોતું નથી, અવટંકે એક પણ વંશ જુદા હોય છે. જે કુટુંબ પોતાના પૂર્વે થયેલા સમર્થ વડવાના નામથી ઓળખાય{ જેમ કે કાનાણી, વેલાણી, ભારાણી, હેમાણી, પાલાણી, માલાણી વિગેરે] તે એકજ અવટવાળા ભાયાતો ગણાય છે.
અવટ ક એટલે ઓળખાણ-તે તે નામ વાળા કે તે તે સંશાથી પ્રસિદ્ધિ પામેલ સમર્થ પૂર્વજ કે આદિ પુરૂષથી ઓળખાવું તે અવટંક કે ગોત્ર-વંશ કહી શકાય.
આવા ગોત્ર ચાર વર્ણની શાતિઓમાં હોય છે અને પોતપોતાના ચત્રવંશમાં આર્ય મનુષ્યો લગ્ન સંબંધ જોડતા નથી. ગાત્ર કે વંશ તપાસી અન્ય ગોત્રવાળા સાથે લગ્ન સંબંધ જોડવા એ વિવેક છે અને વિવેક છે ત્યાં માણસાઈ છે.
તેમજ અન્ય ધર્મવાળાઓ સાથે, ઉચ્ચ કુળવાળાએ નીચ કળવાળા સાથે, સદાચારીએ દુરાચારી સાથે, ગરીબે ધનવાન સાથે, મેટી ઉમરનાએ નાની ઉમરવાળા સાથે, ગુણીએ અવગુણી સાથે, વિદ્વાને મૂર્ખ સાથે સી પુરૂષ પરસ્પર લગ્નસંબંધ શેડવાથી ઘણી વખતે ઘરમાં કયા-કલેશ-કુસંપ વધે છે. અને ઘર ગધેડે ચડે છે. લોકોમાં અપકીર્તિ અને કર્મબંધન થાય છે. નિશ્ચિતપણે ધર્મકરણી કે પરોપકાર વિગેરેના શુભ કાર્યો બની શકે તે માટે અન્ય ગોત્ર, સમાન કુળ, શીલ, સદગુણ, વય અને સમાન ધર્મવાળા સાથે લગ્નસંબંધ જોડવાના વિવેક રાખવા કે જેથી સંપ-સુલેહ અને શાંતિમય જીવન પસાર થાય. એ માણસાઈના [માર્ગાનુસારીના] ત્રીજે ગુરુ ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com