________________
આલ પહેલા
રાખી જે ભંડાર ભરે-સુખ ભાગવે તે માણસાઈવાળા રાજા ગણાય. એથી ઉલટા વર્તનવાળા ‘રાજેશ્વરી તે નરકેશ્વરી' કહ્યો છે.
૩૭
અમલદાર વગ
દીવાન, ફોજદાર, પોલીશ કમિશ્નર, પોલીશ ઈન્સ્પેકટર, ન્યાયાધીશ, વહિવટદાર, નાયક, હ્યૂ (વિઘોટીકારકૂન) અને પોલીશ સીપાઈ વિગેરે રાજ્યકર્મચારી-રાજાના પગાર ખાનાર, રાજા અને પ્રજાના સહાયક-સેવા બજાવનારમુંઝવણ ટાળનાર ગણાય છે.
તેઓ બંને આંખા સરખી રાખે. રાજાનું તેમ પ્રજાનું ભલું ઈચ્છે અને કરે. પારકું ભલું કરતાં પોતાનું પણ ભલું થાય; એવું સમજી અનીતિ, અન્યાય કે જોરજુલમ ન કરે. લોકોને ભય બતાવી, લાલચ આપી કે રાજયના કાયદાને બહાને લૂંટે નહિ. પોતાના હોય તેને લાભ કરી આપી કે લાભ અપાવી બીજાનું [લાંચ ન આપનારનું કે વિરોધીનું] નુકશાન ન કરે.
ધન લૂંટવાની ઈચ્છાથી કેસ લંબાવે નહિ, અદલ ઈન્સાફ કરી તરત પતાવે. રાજાનો પગાર લઈ પ્રજાની સેવા બજાવવાની પોતાની ફરજ ભૂલે નહિ. લાંચ રૂશ્વત લઈ, સાંપેલા કામમાંથી અનીતિ કરી પૈસા પડાવવાની દાનત ન રાખે. ચાર, લુચ્ચા, લફ ગાને કુમાં કરવામાં ટેકો ન આપે. તેમનાં કૂડાં કૃત્યોની બરાબર તપાસ કરી યોગ્ય ઈન્સાફ કરે.
સત્તા મેળવીને સત્તાના મદમાં ન તણાતાં જેઓ નીતિ-ધર્મ પૂર્વક ધન સંપાદન કરી દાનપુણ્ય-પરોપકારનાં કામ કરી જે સ્વપરનું હિત સાથે રાજા-પ્રજાની સેવા બજાવે તેજ માણસાઈવાળા સાચા અમલદારો-રાજ્યકર્મચારી કહેવાય.
કન્યાવિક્રય કરનાર
માતા પિતાને પુત્ર કે પુત્રી ઉપર સમાન પ્રીતિ હોવી જોઈએ. છતાં ચીની બિલહારી છે. કોઈક સ્થળે તો વવિક્રય બ્રહ્મદેશ અને ચરોત્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com