________________
બાલ પહેલે
* *
*
* * * *
*
*
*
*
*
હાર્યો જુગારી બમણું રમે આ રીતે મૂળગી પૂંજી ખાઈને કરજદર બને છે. લેણદાર માંગવા આવે એટલે ક્યાંક ભાગી છૂટવું પડે છે. લાચારી ભોગવવી પડે છે. જીંદગી બરબાદ થાય છે. ધર્મ, કર્મ કે નીતિથી ભ્રષ્ટ થવાય છે અને છેવટ દુર્ગતિનાં દુઃખ ભેગવવાં પડે છે.
સટ્ટો અને છક્કો પંજે એ તે સાહુકારી જુગાર છે. ઘડિકમાં લાધિપતિ અને ઘડિકમાં કક્ષાપધિપતિ (ભિખારી) બની જાય. હાલમાં ઘણી જૂની પેઢીઓ જે વેપાર કરતાં હજારો લાખો કમાતી તેણે સટ્ટા કે છકકા પંજામાં ઉતરીને દેવાળાં મઢયાં અને તેમનું નામનિશાને ય ન રહ્યું.
વળી ઘણા વ્યાપારીઓ–દુકાનદારો વ્યાપાર કરી પોતાના કુટુંબનું સુખેથી પોષણ કરતા અને કેટલાક લોકો તો પોતાની પાસે પૂરતી મૂડી થતાં ધંધો બંધ કરી દેશમાં બેસી રહેલા. પરંતુ જે ધર્મકરણીમાં ચિત્ત ન ચોટયું સંતોષ ન રાખી શકયા અને પાછા સટ્ટામાં છકકા પંજામાં ઉતર્યા તે મૂળગી પૂંજી ખાઈ અને કરજદાર બન્યા. વળી પાછો વૃધ્ધ અવસ્થામાં પરદેશ ખેડવો પડયો. એવા અનેક દાખલા મળી શકે છે. માટે એ પણ ધંધો માણસાઈ વગરને છે.
ચારી તો ખાનદાન સારો માણસ ન જ કરે. સિંહને સો લાંઘણ થાય છતાં ઘાસ કદિ ન જ ખાય તેમ કુલીન માણસ ખાવા ન મળે તે પેટે પાટા બાંધે પણ અણહક્કની પારકી વસ્તુ લેવાની રજા વગર એરી લેવાની–પડાવી લેવાની કે પચાવી પાડવાની ઈચ્છા સરખી પણ ન કરે. અખાદ્ય ન ખાવા યોગ્ય ન ખાય. અપેયન પીવા યોગ્ય ન પીએ.
પારકી વસ્તુ પડાવી લેતાં વનના માલેકની જે આંતરડી દુભાય એ મોટી હિંસા ગણાય છે. તેમાં પણ અબળા સ્ત્રીઓ અને ગરીબ માણસનું કંઈ પણ હરામની વૃત્તિથી પચાવી પાડવું ને તેમનાં નીસાસા લેવા એ પૂરેપૂરી પાયમાલીની નિશાની છે.
“તુલસી હાય ગરીબકી, બુ ન ખાલી જાય; મુએ ઠેર રામસેં, લેહા ભસ્મ છે જય' ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com