________________
એલ પહેલા
અનીતિ ગણાય. આવા પ્રસંગે નીતિ, સચ્ચાઈ અને દયાને જે માણસ દિલમાં રાખે છે તે માણસાઈવાળો ગણાય છે.
હુન્નર–ઉદ્યાગ કરનાર કેવા હોય?
ધન મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના હુન્નર ઉદ્યોગ કરી રહ્યા છે. સઈ, સુતાર, સાની, કંસારા, કાઈ, મણિયાર, લુહાર, ૨ગારા, ચિત્રકાર, ક્વેરી વિગેરે અનેક કારીગરો હુન્નર—ઉદ્યોગ દ્વારા વિધવિધવસ્તુઓ બનાવે છે. તેમાં પણ ઘણા કારીગરો કૂડ કરે છે.
૧૩
હલકી વસ્તુ ઉપર ઓપ ચડાવી ચળકતી અને આકર્ષક બનાવી મેöા મૂલ્યે વેચે છે. ઉંચા માલના લેબલ લગાડી અંદર હલકો અને અધૂરો માલ ભરે છે. હીરાને બદલે ઈમીટેશન [બનાવટી] વાપરે છે. વસ્તુ બનાવવાની વરધી આપી જનારને સારો માલ છૂપાવી હલકો વાપરે. કદાચ સારો માલ વાપરે [સારો માલ વાપરી વસ્તુ બનાવે તો પૂરેપૂરો પા ન આપે.
આવી રીતે કૂડ કરનારને પાપને ઘડો ફૂટે એટલે રાજાના ઘેબર બનાવનાર કોઈની માફક વેઠવું પડે છે. આ પ્રમાણે કૂડ ન કરતાં નીતિપૂર્વક વસ્તુ બનાવી, યથાર્થ [વ્યાજબી] રીતે વેચીને ધન કમાય તે માણસ માણસાઈવાળા કારીગર ગણાય.
મેઘ-ડાક્ટર કેવા હોય?
આજ કાલ વૈદો, [ખાસ કરીને ડોકટરો] ન્યાય—નીતિ ને દયાને દેશવટો આપી ધૂન પેદા કરે છે. ધનવાન દર્દીની ચિકિત્સા ધ્યાનપૂર્વક કરે, ગરીબ તરફ બેદરકારી રાખે. ધનવાનને ઉંચી દવા આપે અને ગરીબને હલકી દવા આપે. ધનવાનને તપાસવા માટે અંધારી રાત્રે ચાલ્યા ભ્રય. ગરીબ દર્દી તરફ્થી તેડું આવે તો ‘હમણાં નહિ અય. સવારમાં અવાશે આમ દુર્લક્ષ્ય અપાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com