________________
ધ્રોલ પાંત્રાશ
૧૨૭
શરીરથી ટાઢા ઉન્હાન, લૂખા કે ચીકણાને, ભારે કે હળવાનો અને ખરબચડા કે સુંવાળા સ્પર્શને અનુભવ થાય છે. હાથ, પગ અને માથું એ સારાનરસા કામમાં મદદગાર બને છે. જેમ કે હાથથી દાન દેવાય, દયા પાળી શકાય, જીવને બચાવી શકાય, સારા કામમાં કોઈને મદદ આપી શકાય, કોઈની સેવાભકિત કરી શકાય અને બંને હાથ જોડી મસ્તકે ચડાવી સાધુપુરૂષોને તથા વડીલ વિગેરે પૂજય પુરૂષોને સદભાવે વંદન-નમન કરી શકાય છે. તેમજ હાથથી હિસા થાય, કોઈને મરાય અને દરેક વસ્તુ ઉપાડવા-મૂકવામાં મદદ મળે.
પગથી પગલાં ભરી સારાં યા નરસાં કાર્યો કરાય છે. ચોરી, હિંસા, વ્યભિચાર અને એવાં બીજ બૂરાં કામોમાં પણ મદદ કરે છે. તેમજ ગુરૂ આદિકનાં દર્શન કરવામાં જીવની દયા પાળવામાં, જીવોને બચાવવામાં અને તેવા બીજા પરોપકારાદિ સત્કાર્યો કરવામાં પણ પગની સ્વાયતા જોઈએ. .
માથું પોતાના વૈરીને જોઈને કરી જય, ધન વિગેરેના મદથી અક્કડ બની જાય તેમજ ગુરૂ અને વડિલ પ્રમુખને જોઈને નમે છે. આમ શરીરનાં દરેક અંગો કોઈને કોઈ શુભાશુભ કાર્યમાં પ્રવૃત્ત રહ્યાં હોય છે. એ દરેક અંગાને કયે માર્ગે પ્રવર્તાવવા? તે સમજી જને સમજીને જેમ બને તેમ શુભ કાર્યોમાં પ્રવર્તાવવાં
શરીરથી દરેક જવાની ગુરૂ, વડિલ નાનાં હેટાં, સ્ત્રીઓ તેમજ પુર, પોતાનાં કે પારકાં મનુષ્ય કે પશુ પક્ષી વિગેરેની અભેદ ભાવે યોગ્ય સેવા બજાવવી એ મનુષ્યમાત્રની ફરજ છે. “કરે સેવા તો મળે મેવા” અથવા “પ્રાશિની સેવા એજ મહાવીરની સેવા” દરેક રીતે જેને જેવી જરૂરિયાત હોય તેને તેની સ્થાપના કરવી એ શરીરની શોભા છે. અનુકૂળ સ્પર્શના ચર અને પ્રતિકૂળ સ્પર્શના યોગે દ્વેષ ન કરતાં શારીરિક કષ્ટ પડતાં સમભાવ સખી સહન કરવું કે જેથી પૂર્વે બાંધેલા વૈરાદિક નિમિત્તનાં કર્મો નાશ પામે અને મળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com