________________
૧ ૧૨૬
બેલ પાંત્રીશમે .
રાખવી પડે છે. ખાવામાં સંભાળ ન રાખે તો આખા શરીરને રોગાદિક પીડાનું કરણ બને. બોલવામાં વિવેક ન રહે તો માર ખવરાવે કજીયા, કલેશ, કુસંપ, વૈર વિરોધ અને કર્મ-બંધન કરાવે.
એ જીભને ખાવા પીવા અને બોલવામાં વશ ન કરવાથી-ન રાખવાથી મરણને શરણ પણ કરાવે રસના સ્વાદમાં રસિયા થનારાં માછલાંની જુઓ કેવી દશા થાય છે એવું સમજી બોલવામાં હિતકર, નમ્ર અને વિચારપૂર્વક કાર્ય પૂરતાં જ વચનો કહાડવાથી જીભ ઉપર કાબુ મેળવાય છે અને ખાવામાં “ખાવા માટે જીવવું નથી પણ જીવવા માટે ખાવાનું છે એમ સમજી સાદો ભૂખ કરતાં ઓછો અને નિયમિત ખોરાક લેવાથી દ્રવ્ય અને ભાવે લાભ થાય છે. રસગૃદ્ધિપણું વધતું નથી અને કર્મબંધન પણ ન થાય. આવું સ્વરુપ સમજી ડાહ્યા માણસે જીભ ઉપર ખાવા અને બોલવામાં કાબુ રાખવે.
બે કે ત્રણ વખત જમવા ઉપરાંત વચ્ચમાં કંઈ પણ ખાવાની ટેવ ન રાખવી. કાચું કોરું, હરતાં ફરતાં જે આવે તે ખાવું એ તે જનાવરની રીત છે. ખાવાયોગ્ય અને પાચન થાય તેવું જરૂરિયાત પૂરતું નિયમિત ખાવાથી પાચન બરાબર થાય અને રોગાદિ ઉપાધિ ન થાય. દવાઓના ખર્ચા ન કરવા પડે અને શાંતિ રહે.
કોઈ પણ વખતે મોઢામાંથી દર્દ વચન-ગાળગંધ ન કહાડવાં. અને સહુને પ્રિયપણું ઉપજે તેવું બોલવું. અસત્ય બોલવાની મશ્કરીમાં પણ ટેવ ન રાખવી. “હું આમ કરીશ, તેમ કરીશ, અમુક સ્થળે જઈશ” વિગેરે નિશ્ચયકારી ભાષા પણ ન બોલવી. શું કરવું કે શું થયું? એ છઘસ્થ ન જાણી શકે. ત્રિકાળ શાની અથવા વચનસિદ્ધિ પુરૂષનું જ વચન પળી શકે. માટે જીભ ઉપર બોલવા તથા ખાવાપીવામાં બહુજ સાવધાનતા રાખવી.
સ્પશેન્દ્રિય સ્પર્શેવિ -શરીર. સ્પર્શેન્દ્રિય એટલે ઉપર બતાવેલ ચાર ઈન્દ્રિ સિવાય શરીરનો ભાગ હાથ, પગ, પેટ, છાતી, માથું વિગેરે શરીર સમજવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com