________________
૧૧૮
બેલ ચેત્રીશમે છે
- -
-
-
-
-
-
- -
-
-
-
-
-
પોતાની જાતિ બ્રાહ્યાણ વિગેરેનો-મદ કરનારને બીજા જન્મમાં નીચ જાતિ ચંડાળ વિગેરે પ્રાપ્ત થાય છે. મૂળ ઉચ્ચ-કૂળને મદ કરનારને નીચ ગોત્રકુબ સાંપડે છે. બળ શરીર સંબંધીને મદ કરનાર નિર્બળ બને છે. કપનો મદ કરનાર ૫, સૌભાગ્ય, સુન્દરતા વગરને થાય છે. તપશ્ચર્યાને મદ કરનારનું ત૫ નિષ્ફળ જાય છે અને બીજા ભવમાં તપ કરવાની શકિત મળતી નથી લાભ અથવા ધન બિંદા જયાં હાથ નાંખે ત્યાં ફાવી જાય. કોઈ દાવ નિષ્ફળ નજ જાય. અવળા પાસા નાખું તો પણ સવળા જ પડે વિગેરેને મદ કરનારને કોઈ વખતે એવો ધક્કો લાગે છે કે આગળનું કમાવેલું અને ઘરમાં રહેલું બધું દ્રવ્ય મૂળમાંથી ચાલ્યું જાય છે, નિર્ધન બની જાય છે. પછી શરમથી માથું ઉંચું કરીને ફરવું ભારે પડે છે.
પ્રજ્ઞા-બુદ્ધિ કે વિદ્યાનો મદ કરનાર પિતાથી અધિક વિદ્વાન માણસને માન આદરસત્કાર આપી શકતો નથી, પરંતુ તેનું અવમાન-અનાદર કરે છે. પોતે વિશેષ જ્ઞાન મેળવી શકતો નથી. ગર્વિષ્ઠ હોવાથી શંકા પડવા છતાં તે બીજને પૂછી શકતો નથી. એમ ધીમે ધીમે પોતાની વિદ્યા કે શાન ઓઈ બેસે છે અને આવતા ભવમાં નિરક્ષર-અશાની-બુદ્ધિ વગરને ઠોઠ બને છે.
ઠકુરાઈ, મોટાઈ, શ્રીમંતાઈ કે સત્તાનો મદ કરનાર અનીતિના માર્ગે ચડી આ ભવ કે પર ભવમાં દરિદ્રી, દીન-દુ:ખી કે નિરાધાર બને છે. આવું સમજી કઈ વસ્તુનો મદ-ગર્વ કરો?, શા માટે મદ કરવો? મદ કોને ટકી રહ્યો છે?, રાવણ જેવા શકિતમાન રાજાઓ મદ કરવાથી મરણને શરણ થયા તો અલ્પ શકિતવાળા પામર જીવેનો ગર્વ ક્યાં સુધી ટકવાનો છે તેનો વિચાર કરી વિવેકી માણસે આઠ પ્રકારના મદથી દૂર રહેવું જોઈએ.
લેશ
જરૂરીયાત ઉપરાંત સંગ્રહ કરવાની વૃત્તિ તે લાભ. દાન દેવા-વાગ્ય મનુષ્યોને દાન ન આપવું અને વગર કારણે ધનને સંચય કરવા તૈયાર થવું તે લોભ કહેવાય છે. પોતાની પાસે પોતાની જીંદગીની જરૂરિયાતથી જાણ
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com