________________
પાંીશ બૈાલ
૩
ઢ
આવા વર્તનથી માણસ બીજા બધા માણસોને પોતાના જેવાજ ગણતાં શીખે છે. આત્મવત્ સર્વ ભૂતેષુ જેવી ભાવના તેનામાં થાય છે. દરેક માણસને તે પેાતાના આત્મા જેવાજ ગણવા લાગે છે.
ઉપર જણાવેલી ચાર દુર્લભ વસ્તુઓમાં સૌથી પહેલી દુર્લભ વસ્તુ માણસાઈને ગણાવેલ છે. આવી માણસાઈ પ્રાપ્ત થતાં સત્યમાગમની ઈચ્છા ઉત્પન્ન થાય છે. સત્યમાગમથી શાસ્ત્ર સાંભળવાની રૂચિ પેદા થાય છે. દાસશ્રવણથી સારાસારનું શાન થાય છે, સત્ય વસ્તુનું સ્વરૂપ સમજાય છે. એ રીતે બીજી પણ દર્લભ વસ્તુ પ્રાપ્ત થાય છે.
જાણવાયોગ્ય, આદરવાયોગ્ય અને છેડવાયોગ્ય વસ્તુઓનું યથા સ્વરૂપ સમજવાથી જિનવચન ઉપર શ્રાધ્ધા વિશ્વાસ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ત્રીજી દુર્લભ વસ્તુ પ્રગટે છે.
દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે અખંડ ફાધારૂપ સમકિત સહિત વ્રત-નિયમ, તપ-ત્યાગ વિગેરે ધર્મકરણી કરવામાં પુરૂષાર્થ-ઉદ્યમ કરવામાં આવે એ માસનું ચોથું અંગ છે. આ ચારેય દુર્લભ અને ઉત્તમ અંગા પ્રાપ્ત થતાં સ્વલ્પ કાળમાં આત્મા મુકિત પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે મનુષ્યપણુ, માણસાઈ આત્માના વિકાસ કરી તેને મેળ પ્રાપ્ત કરાવે છે. પાંત્રીશ પ્રકારના નિયમો પાળીને, પાંત્રીશ પ્રકારના ગુ ધારણ કરીને નીતિમાર્ગને અનુસરવાથી મનુષ્યમાં આવી માણસાઈ પ્રગટ થાય છે. એ પાંત્રીશ બાલ અથવા નિયમોથી હેમચંદ્રાચાર્યે તેમના યોગશ્વાસમાં વર્ણવેલા છે. તેને નીતિમાર્ગાનુસારીના પાંત્રીશ બાલ કહેવામાં આવે છે. તેનું વર્ણન કરતા શ્લોકો નીચે પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com