________________
સ્વયમેવ પ્રત્યેક સંપ્રદાયના મૂલથે જોઈ પ્રસ્તુત વિષયમાં અધિક જાણવાનો પ્રયત્ન કરશે. [સરખામણું માટે જુએ પરિશિષ્ટ નં ૧. બૌદ્ધ અને જૈન, નં ૨. વૈદિક અને જેને અને ન ૩. જરથોસ્ત અને જેન.)
આવશ્યક ઇતિહાસઅન્તર્દષ્ટિના ઉન્મેષ અર્થાત્ આધ્યાત્મિક જીવનની શરૂઆતથી “આવશ્યક ને ઇતિહાસ શરૂ થાય છે. સામાન્ય રૂપે એમ ન કહી શકાય કે વિશ્વમાં આધ્યાત્મિક જીવન ક્યારથી શરૂ થયું, તેથી “આવશ્યક્રિયા” પ્રવાહની અપેક્ષાએ અનાદિ માનવી એજ યુક્ત છે.
આવશ્યસુત્ર-જે કોઈ સાચો આધ્યાત્મિક છે, તેનું જીવન સ્વાભાવિક રીતે જ આવશ્યક ક્રિયાપ્રધાન બને છે, તેથી તેના હૃદયમાંથી આવશ્યકક્રિપાદ્યોનક પનિ નીકળે છે, પરંતુ જ્યાં સુધી સાધક દશા હોય છે ત્યાં સુધી વ્યાવહારિક કે ધાર્મિક સર્વે પ્રવૃત્તિ કરતી વખતે પ્રમાદને લઈ “આવશ્યકક્રિયા' માંનો ઉપયોગ બદલાઇ જવાથી પરિણામે તે વિષયનો શ્વનિ બદલાઈ જવાનો બહુ સંભવ છે, માટે જ તેવા અધિકારીઓ તરફ દૃષ્ટિ રાખી “આવશ્યકક્રિયા” યાદ કરવા માટે ખાસ સમય નક્કી કરેલ છે જેથી કરીને, અષિકારી જીવ તે ચક્કસ સમયે તેના સુત્રો દ્વારા આવશ્યકક્રિયાને સંભારી પોતાના આધ્યાત્મિક જીવન પર દષ્ટિપાત કરી શકે. આ કારણથી આવશ્યકક્રિયાના દૈનિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા પાંચ ભેદે પ્રસિદ્ધ છે; આવશ્યકક્રિયાના આ કાલકૃત પાંચ વિભાગ અનુસાર તેના સુત્રોમાં અહીં તહીં ભેદ પણ આવે છે. હવે જોવાનું એ છે કે અત્યારે જે “આવશ્યકસૂત્ર’ પ્રચલિત છે તે કયારે રચાયું છે અને તેના રચનાર કોણ છે ? - “આવશ્યક સૂત્રને રચનાકાલ–પ્રથમ પ્રશ્નનો ઉત્તર એ છે કે આવશ્યક સત્ર ઈસ. પૂર્વે પાંચમા સૈકાથી માંડી ઈ.
( ૨ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com