________________
પતિત થવા દેતા નથી; અને વિશેષમાં તેનામાં અપૂર્વ ભાવ ઉત્પન્ન કરે છે, વળી ક્ષાયેાપમિક ભાવથી કરાતી ક્રિયા વડે પણ પતિત આત્મા શ્રી ભાવદ્ કરી શકે છે. આમ ગુણાની વૃદ્ધિ તેમજ પ્રાપ્ત થયેલ ગુણમાં સ્ખલના ન થાય તે અર્થે પણુ આવશ્યક ક્રિયાનું આચરણ ઉપયાગી છે કારણ કે તે એક પ્રકારનું આત્મસંરક્ષક તત્ત્વ છે.
વ્યવહારિક દૃષ્ટિએ આવશ્યકાયાની મહત્તાઃ
વ્યવહારમાં આરગ્ય, કૌટુમ્બિક નીતિ, સામાજિક નીતિ આદિ વિષયા ગણી શકાય; આ વિષયેાના સબંધ આવશ્યકક્રિયા સાથે ક્રમ ધટી શકે તે પણ તપાસીયે.
આરેાગ્ય માટે માનસિક પ્રસન્નતાની જરૂર છે, જગતમાં જોકે એવાં અનેક સાધન છે કે જેના દ્વારા એછા વત્તા પ્રમાણમાં પ્રસત્રતા મેળવી શકાય છે; પરન્તુ વિચાર કરતાં એમ ભાન થાય છે કે સ્થાયી માનસિક પ્રસન્નતા તે, જે તત્ત્વા પર આવશ્યકક્રિયા રૂપ મહેલ ટકી રહેલા છે તેના વિના કાઇપણ પ્રકારે પ્રાપ્ત કરી શકાતી નથી. કૌટુમ્બિક નીતિને મુખ્ય ઉદ્દેશ સમસ્ત કુટુમ્બને સુખી બનાવવુ એ છે, આને માટે નાના મોટા સમાં એક બીજા પ્રતિ પરસ્પર વિનય, આજ્ઞાપાલન, નિયમશીલતા અને અપ્રમાદ આદિ ગુણાની જરૂર છે; આ સર્વે ગુણુ આવશ્યકક્રિયાના આધારભૂત ઉપર્યુક્ત તત્ત્વા સિવાય ક્રાઈપણ રીતે પ્રાપ્ત થઈ શકતા નથી. સામાજીક નીતિના ઉદ્દેશ સમાજની સુવ્યવસ્થા છે, અને તેને માટે વિચારશીલતા, પ્રામાણિકતા, દીશ્િતા અને ગભીરતા આદિ ગુણા છવનમાં હાવા જોઇયે. આ સર્વે આવશ્યક્રિયાના છ મૂળભૂત તત્ત્વ વિના કાષ્ઠ રીતે આવી શકતા નથી.
(192)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com