________________
માં આવતા આ
અધિક
પછી સ્તવન, સજઝાય, સ્તોત્ર આદિ બોલવાની જે પ્રથા સકારણ દાખલ કરવામાં આવી છે જે કારણને વિચાર આગળ કરીશું તેમ છતાં પણ મૂર્તિપુજક સંપ્રદાયની આવશ્યકક્રિયા તપાસતાં સ્પષ્ટ માલુમ પડે છે કે તેમાં આવશ્યકના સૂત્રો અને વિધિને કમ આજ સુધી પ્રાચીન પ્રમાણે જ ચાલ્યો આવે છે, આવશ્યકની વ્યાખ્યા અને તેના અધિકારી
જે ક્રિયા અવશ્ય કરવા લાયક છે, તેજ આવશ્યક કહેવાય છે, આ કિયા સર્વને માટે ન હોઈ શકે, તે અધિકારી ભેદથી જુદી જુદી પણ હોઈ શકે. એક મનુષ્ય જે ક્રિયાને આવશ્યક સમજીને નિત્ય કરે છે, તેને જ બીજે મનુષ્ય અનાવશ્યક સમજે છે. એક મનુષ્ય કાંચન અને કામિનીને આવશ્યક તરીકે સર્વસ્વ માની લઈ તે મેળવવા પિતાની સર્વ શક્તિ ખચી નાંખે છે, ત્યારે બીજે તેને અનાવશ્યક સમજે છે. અને તેના સંગથી બચવા બુદ્ધિબળનો ઉપયોગ અને પ્રયત્ન પણ કરે છે, તેથી આવશ્યકક્રિયાના સ્વરૂપને વિચાર કરતાં પહેલાં તેને અધિકારી કેણ હોઈ શકે તે વિચારવાને પ્રશ્ન ઉપસ્થિત થાય છે
સામાન્યતઃ દેહધારી પ્રાણીઓના બે વિભાગ હેય છે (૧) અન્તદૃષ્ટિ અને (૨) બહીર્દષ્ટિ. જેની દૃષ્ટિ આત્મામાં રમી રહી છે, અથાત જે સહજ કુદરતી સુખ પ્રગટ કરવાના વિચાર તેમજ પ્રયત્નમાં મએ રહે છે તે જીવ અન્તર્દષ્ટિ છે આવા જીવને માટેજ આવશ્યકક્રિયાને વિચાર છે, આથી એતે સિદ્ધજ છે કે જે જડ પુદગલમાં આત્માને ભૂલી ગય નથી, અને કોઈ પણ જડ વસ્તુ જેની દ્રષ્ટિને લેભાવી શકતી નથી, તેને માટે તો આવશ્યકક્રિયા એજ ઉપયોગી વસ્તુ છે, કારણકે તેના દ્વારા આત્મા સહજ સુખને અનુભવ કરી શકે છે. વળી અન્તર્દષ્ટિ જીવ પણ સહજ સુખનો અનુભવ ત્યારેજ કરી શકે છે કે જ્યારે તેનામાં સમ્યક્ત્વ, ચેતના, ચારિત્ર આદિ ગુણે પ્રગટ થઈ ચૂક્યા હોય. આવાજ છે
અને કોઈ પણ જાત
ઉપયોગી વસ્તુ છે. તો નથી, તેને
(૫૯ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com