________________
આવશ્યક કે પ્રતિક્રમણ
રહસ્ય. આવશ્યકની મહત્તાઃ
વૈદિક સમાજમાં “સંધ્યા' નું પારસીઓમાં બોરદેહ અવસ્તાનું, યાદી અને યુરોપીયામાં પ્રાર્થનાનું અને મુસલમાનમાં નમાઝનું જેટલું મહત્વ છે, તેટલું જ મહત્ત્વ જૈન સમાજમાં આવશ્યકનું છે. સંપ્રદાય અને આવશ્યક
જૈન સમાજની મુખ્ય બે શાખાઓ છે. (૧) શ્વેતાંબર અને (૨) દિગંબર. દિગંબર સંપ્રદાયમાં મુનિ પરંપરા વિચ્છિન્નપ્રાયઃ (લગભગ અપ્રાપ્ય ) છે, તેથી મુનિઓને માટે “આશ્વયક વિધાન” તે સંપ્રદાયમાં માત્ર શાસ્ત્રમાં છે; પરંતુ વ્યવહારમાં નથી. આવસ્યકનો -જેટલા પ્રચાર શ્વેતાંબર શ્રાવકેમાં છે તેટલે દિગંબર શ્રાવામાં નથી, વળી દીગંબર સમાજના બાચારી કે પ્રતિમા ધારિ આદિ જે હેાય છે તેમનામાં પણ માત્ર સામાયિક કરવાને પ્રચાર છે. વ્યસ્થિત પદ્ધતિએ છયે આવશ્યક કરવાને નિયમિત પ્રચાર તે માત્ર શ્વેતાંબર સંપ્રદાયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com