________________
(૨) વાચક્કીના ઉપર ટકેલ ભાષ્ય ઉપર શ્રી સિદ્ધસેનગણિની માટી ટીકા છે, જે હજાર કરતાં વધારે વર્ષ જેટલી જુની તે છે જ, તે ટીકા પહેલાં પણ તત્વાર્થ ભાષ્ય પર બીજી ટીકાઓ હતી તેના પ્રમાણો મળે છે, એટલે પ્રાચીન ટીકાઓને આધારે જ ઉક્તભાષ્યની વ્યાખ્યા તેઓશ્રીએ કરેલી હોવી જોઈએ. જે પ્રાચીન ટીકાઓ કરતાં તેમનો મત જુદો હોત તો જેમ તત્ત્વાર્થ ભાષ્યના અનેક સ્થામાં પ્રાચીન મત બતાવી પછી પિતાને મતભેદ બતાવે છે તેમ પસ્તુત ભાષ્યની ટીકામાં પણ તેઓશ્રી પ્રાચીન ટીકાકારને મતભેદ ટાંકત; પણ તેઓએ તેમ કહ્યું નથી. તે ઉપરથી એ તે સ્પષ્ટજ છે કે શ્રી સિદ્ધસેનગુણિને પ્રસ્તુત ભાષ્ય ઉપરની પ્રાચીન ટીકાઓમાં પિતે વ્યાખ્યા કરવા ધારે છે તે કરતાં કોઈપણ મતભેદવાળું જણયેલું નહિ. આ જ કારણથી શ્રી સિદ્ધસેનગણિનું પ્રસ્તુત ભાષ્યનું વિવેચન એ એમના વખત સુધીની અંગપ્રવિષ્ટ અને અંગબાઘના ભેદ સંબંધી ચાલતી જેન પરંપરાનું સ્પષ્ટ નિર્દેશક એમ કબુલ કર્યા વિના ચાલતું નથી. શ્રી સિદ્ધસેનગણિ ભાષ્યગત “ સામાયિક... ...પ્રત્યાખ્યાન ” આદિ શબ્દનો અર્થ સ્પષ્ટ રીતે “સામાયિક અધ્યયન......પ્રત્યાખ્યાન અધ્યયન’ એ પ્રમાણે અને “
ર જન્સરિમિએ પદને અર્થ સ્પષ્ટપણે ગણધરશિષ્ય શ્રી જ બુ, પ્રભાવ વગેરે એટલો જ કરે છે, આમ તે દ્વારા તેઓશ્રી પિતાનું ખાસ અન્તવ્ય સૂચવે છે કે અંગબાહ્ય જેમાં સમગ્ર આવશ્યક પણ સન્મિલિત છે તે ગણધરકૃત નહિ, પણ ગણધરશિષ્યશ્રી અંબુ તથા પ્રભાવ આદિ અન્ય આચાર્ય કૃત છે. તેઓશ્રીની પ્રસ્તુત ભાષ્યની ટીકા આ પ્રમાણે છે:
समभावो यत्राध्ययने घर्ण्यते तत्तेन वर्ण्यमानेनार्थेन निदिंशति-सामायिकमिति । एवं सर्वेषु वक्ष्यमाणेष्वर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विशतीनां पूरणस्यारादुपकारि
(૩૮ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com