________________
ખેંચું છું કે જે હવે પછી કાઈ, આ વિષય ઉપર સમભાવ અને સહનશીલતાપૂવક વિશેષ વિચાર કરશે અને પોતાના પક્ષના સાધક પ્રમાણને સ્પષ્ટ રીતે મૂકશે તો હું તેના પર સાચી જિજ્ઞાસાબુદ્ધિએ જરૂર વિચાર કરીશ અને તેમાંથી તથ્ય જડશે તો સ્વમત કરતાં તેની જ કિંમત હું વધારે આંકીશ.
સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કન્ધ એ ગણધરકૃત નથી, પણ ગણધરભિન્ન અન્ય પ્રાચીન અને પ્રતિષ્ઠિત શ્રુતસ્થવિરકૃત છે એવો મારો અભિપ્રાય જે પ્રમાણોને આધારે મેં પ્રગટ કર્યો છે તે પ્રમાણે નીચે પ્રમાણે છે:
(૧) વાચક શ્રી ઉમાસ્વાતિજી પોતાના શ્રી તત્વાર્થસૂત્ર ભાષ્યમાં શ્રતના અંત્રપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બે ભેદનું વર્ણન આપતાં અંગબાહ્યના અનેક પ્રકારો બતાવે છે, તેમાં તેઓએ “ સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વન્દન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવસ્યકના અધ્યયને અંગબાહ્ય તરીકે ગણાવ્યાં છે. ભાષ્યને પાઠ આ પ્રમાણે છેઃ
अङ्गबाह्यमनेकविधम् । तद्यथा-सामायिकं, चतुर्विशतिस्तवः, वन्दनम्, प्रतिक्रमणं, कायव्युत्सर्गः, प्रत्याख्यानं, दश
વાસ્ટિ, ૩ત્તાણાયા, હરા, કાપવ્યવહા, નિશાળમૃषिभाषितानीत्येवमादि । दे० ला पु० प्रकाशित तत्वार्थ अ.१ सूत्र. २० भाष्य, पृ० ९॥
- ત્યારબાદ તેઓશ્રી પોતે જ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બન્ને પ્રકારના કૃતની ભિન્નતાના કારણ વિષે પ્રશ્ન ઉઠાવી કહે છે કે જે તીર્થકર ભગવાનના ઉપદેશને આધારે તેઓના સાક્ષાત શિષ્ય ગસુધરીએ રચ્યું તે અંગપ્રવિષ્ટ અને જે ગણધર અનન્તરભાવી વગેરે અર્થાત ગણધરવંશજ પરમ મેધાવી આચાર્યોએ રચ્યું તે અંગબાહ્ય. આ મતલબનો ભાષ્યને પાઠ આ પ્રમાણે છેઃ
( ૩ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com