SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ કે પોતાના મકાનમાં ઊતરવા પણ દેતું નથી. એથી તેણે તેમને સારુ પોતાની ચંદ્રશાળા ખોલી આપી તેમાં નિરાંતે રહેવાનું સૂચન કર્યું. પુરોહિત અને મુનિઓ વચ્ચે થોડો પરિચય વધતાં પુરોહિતે બીજા યાજ્ઞિક પંડિત બ્રાહ્મણેને બેલાવી તેમની સાથે ચર્ચાવિનોદ કર્યો અને તેથી તે તથા બીજા પંડિતે ઘણું પ્રસન્ન થયા અને આમ પાટણમાંથી શુદ્ધ નિર્દોષ ભિક્ષા માગી લાવી તેઓએ પરેહિતની ચંદ્રશાળામાં રહી પાટણના ચિત્યવાસીઓના મજબૂત ગઢને ભેદવાને વિચાર કર્યો. આ તરફ પાટણમાં સંવેગી સાધુ આવ્યાની અને પુરેહિતને ત્યાં ઊતર્યાની ખબર ચૈત્યવાસી આચાર્યોને પહોંચી ગઈ અને તેઓ બન્ને સંવેગી મુનિઓ પિતાની સંમતિ વિના પાટણમાં પેઠા હેઈને ચૈત્યવાસી આચાર્યોએ તેમના ઉપર રાજાના હુકમને ભંગ કર્યાના આરેપ સાથે પિતાના માણસો મારફત તેમને તરતરત પાટણમાંથી બહાર નીકળી જવાનું કહેણ મે કહ્યું. ચૈત્યવાસીઓના ચેકીદાર નાકરેએ પહિતને ઘેર આવીને પોતાના આચાર્યને હુકમ તે બન્ને મુનિઓને કહી સંભળાવ્યો અને તાબડબ પાટણમાંથી બહાર નીકળી જવાની સૂચના કરી દીધી. આ સાંભળીને પુરોહિતે કહ્યું કે હમણાં આ બન્ને ગુણવંત પવિત્ર મુનિઓ મારા મહેમાન છે માટે તમે સીધું તેમને કાંઈ સૂચન કરે તે ઉચિત નથી. હમણાં તે તેઓ મારી જવાબદારી ઉપર જ મારે ત્યાં ઊતર્યા છે, છતાં આ સંબંધે કેઈ વિશેષ નિર્ણય કર હોય તે રાજસભામાં જ તમારે આવવું જોઈએ. જ્યારે નેકરોએ પુરોહિતે આપેલ જવાબ પિતાના માલિક ચૈત્યવાસી આચાર્યો પાસે પહોંચાડ્યો ત્યારે બધાય ત્યવાસી મઠપતિ આચાર્યો ભેગા થઈ ને રાજા ભીમની કચેરીમાં પહેચ્યા અને પિતાની સંમતિ સિવાય પાટણમાં કઈ પણ સંવેગી મુનિ પેસી જ ન શકે અને પેઠે હોય તે તત્કાળ તેણે પાટણથી બહાર નીકળી જવું જોઈએ એવું શાસન ચાવડાવંશના રાજા વનરાજના ૨૦] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034978
Book TitleNavangi Vruttikar Abhaydevsuri
Original Sutra AuthorN/A
AuthorBechardas Jivraj Doshi
PublisherVadilal M Parekh
Publication Year1954
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy