________________
કેઈએ સાડાત્રણ હાથ જેટલે એટલે પણ ઊતરવા ન આપે. રાજાની આજ્ઞા હતી કે ત્યવાસી આચાર્યોની સંમતિ સિવાય કેઈ પણ સંવેગી સાધુ પાટણમાં ક્યાંય ઊતરી ન શકે. એથી આ બન્ને આચાર્યોને ઉતારા માટે જગ્યા ન મળી તે ન જ મળી. આ બનાવથી તે બને બુદ્ધિમાન આચાર્યો હારે એમ ન હતા. તેઓ બને પૂર્વાવસ્થામાં બ્રાહ્મણ હતા તેથી વેદ ઉપનિષદ વગેરે ગ્રંથના સારા અભ્યાસી હતા અને બ્રાહ્મણધર્મ તરફ પણ તેમને સમભાવ હતું એટલે તેઓએ પિતાની બુદ્ધિ લડાવી પાટણના રાજમાન્ય પુરેહિત સોમેશ્વરના ઘર તરફ જઈ વેદનાં શુદ્ધ ઉચ્ચારણમય વચને દ્વારા પુરોહિતને ઊંચે સ્વરે આશીર્વાદ આપતાં
3'अपाणिपादो ह्यमनो ग्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः । स वेत्ति विश्वं नहि तस्य वेत्ता शिवो ह्यरूपी स जिनोऽवतावः ॥
પુરેહિત આવા અપૂર્વ આશીર્વાદ સાંભળીને તેમના તરફ આકર્ષાયા અને તેમને બંનેને પિતાના ઘરમાં બોલાવી બેસવા માટે ભદ્રાસને ગોઠવી દીધાં. છતાંય પિતાના ત્યાગ ધર્મને અનુસરીને તેઓ પોતાની કાંબળી પાથરીને તેની જ ઉપર બેઠા અને પુરોહિતને પોતાને આચાર સમજાવ્યો. થોડી વાતચિત થતાં તેઓએ વેદધર્મ અને જૈનધર્મ વચ્ચેની જે એકવાક્યતા છે તેના તરફ પુરોહિતનું ધ્યાન ખેચ્યું. પછી તે પુરોહિતે તેમને કુશળપ્રશ્ન, આગમનને હેતુ વગેરે પૂછતાં જાણું લીધું કે આવા તપસ્વી અને વિવેકી સરળ મુનિઓને પણ પાટણમાં ક્યાંય ઉતારા મળતું નથી
“ सद्गीतार्थपरीवारौ तत्र भ्रान्तौ गृहे गृहे ।
विशुद्धोपाश्रयालाभात् वाचं सस्मरतुर्गुरोः ।। ૩૫ જે શિવરૂપ અરૂપી ઈશ્વર એવા જિનભગવાન હાથ, પગ અને મન
વગરના છે છતાંય તમામ પદાથોને ગ્રહણ કરે છે, આંખ વગરના છતાંય જુએ છે, કાન વગરના છાંય સાંભળે છે, તે સમગ્ર વિશ્વને જાણે છે છતાં તેમને કોઈ જાણતું નથી એવા એ પરમાત્મા તમારું રક્ષણ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com