________________
પ્રકરણ છેટું સમસ્યાતિ ને જાતિસ્મરણજ્ઞાન
એકદા રાજવી ચંદ્રગુપ્ત પિતાની સભા ભરી રાજ્યસિંહાસન પર બેઠા છે તેવામાં વિજયા નામની દ્વારપાલિકાએ ચરપુરુષના આગમનના સમાચાર આપ્યા બાદ રાજાની આજ્ઞાથી પ્રવેશ કરી ચરપુરુષે ટૂંકમાં જ કહ્યું કે-“હે સ્વામિન્ ! આપે મને રત્નાગિરિ બંદર પર વહાણેની તપાસ માટે નિયુક્ત કર્યો છે. હાલમાં એક અપૂર્વ વહાણ મેં જોયું અને હું તેની તપાસ અર્થે જવા વિચાર કરું છું તેવામાં તે વહાણ કિનારે આવી ચઢ્યું. તે વહાણ અત્યારસુધી મેં જોયેલા સર્વ વહાણે કરતાં સર્વશ્રેષ્ઠ હતું. તેના માલીકે તરત જ જહાજમાંથી નીચે ઉતરી વહાણના નિર્યામકેને પારિતોષિક આપ્યું અને ભેટશું લઈ આપને મળવાને તૈયારી કરે છે તેવામાં આ સમાચાર આપને નિવેદિત કરવા શીગ્રપણે અત્રે આવી પહોંચે છું” હજુ જેવામાં ચરપુરુષ વાર્તાલાપ પૂરો કરે છે તેવામાં વિજ્યા પ્રતિહારિણીએ પુનઃ પ્રવેશ કરી સાર્થવાહના આગમનના અને રાજવીને મળવાની ઉત્કંઠાના સમાચાર આપ્યા.
રાજાજ્ઞા થતાં જ સાર્થવાહને પ્રવેશ કરાવવામાં આવ્યા. તે સાર્થવાહનું નામ રાષભદત્ત હતું. ગુજરાતના પ્રસિદ્ધ બંદર ભરુચ શહેરમાં તેને નિવાસ હતો. ત્યાંના સેંકડે શ્રેણીગણમાં ત્રિષભદત્તનું સ્થાન મુખ્ય હતું. જેવી રીતે તે સાહસિક હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com