________________
સમસ્યાપૂર્તિ ને જાતિ ] *
૫૩ તેવી જ રીતે ધન-વ્યય કરવામાં તેમજ ધાર્મિક કાર્યો કરવામાં પણ વિચક્ષણ હતું. જૈન ધર્મ પ્રત્યે તેને પૂરેપૂરે અનુરાગ હતે. કરિયાણાના જ્ય-વિજ્ય અર્થે તેણે પિતાના નગરથી સિંહલદ્વીપ પ્રતિ પ્રયાણ કર્યું હતું.
રાજાને નમસ્કાર કરી તેણે નજરાણું ધર્યું. રાજાએ પણ તેને ઉચિત આસન આપી કુશળ સમાચાર પૂછયા. પરસ્પર વાર્તાલાપમાં એક-બીજા દેશની અને નવીન વસ્તુઓની ચર્ચા ચાલી રહી છે તેવામાં રાજકુમારી સુદર્શના પિતાના તેજથી સભાજનેને મુગ્ધ કરતી રાજસભામાં આવી પહોંચી. આવતાંવેંત જ તેણે રાજવીને સવિનય પ્રણામ કર્યો અને રાજાએ પણ તેના પ્રત્યે વાત્સલ્ય દશાવતાં કહ્યું કે-“હે પુત્રી! તું દીર્ઘ સમયથી વિદ્યાભ્યાસ કરી રહી છે, તારું જ્ઞાન વિશાળ બન્યું છે એમ ઉપાધ્યાય જણાવે છે, પરંતુ તે કદાપિ વિદ્યાનું અભિમાન કરીશ નહિ, કારણ કે માણસને જ્યારથી અભિમાન સ્પશે છે ત્યારથી તેની પ્રગતિ અને વિકાસ અટકી પડે છે.”
જવાબમાં સુદર્શનાએ નમ્રતાપૂર્વક કહ્યું કે-“હે પિતાજી ધમ, વિનય અને વિદ્યામાં વિઘ કરનાર અભિમાનને કોણ સંગ્રહે?” પુત્રીના આવા યુક્તિસંગત વચનથી પ્રમુદિત થઈ રાજાએ તેની વિશેષ પરીક્ષા કરવા માટે કહ્યું કે-“હે પુત્રી! હું તને સમસ્યારૂપે કેટલાક પ્રશ્નો પૂછું છું તે તેને તું તારી બુદ્ધિ અનુસાર જવાબ આપ,
कः काते गगनतलं, किं वृद्धिमेति नितान्तम् । को वा देहमतीय खीपुंसां रागिणां दहति ॥
અર્થાત્ આકાશતલનું આક્રમણ કણ કરે? નિરંતર વૃદ્ધિ કોણ પામે? અને રાગી સ્ત્રી-પુરુષના દેહને અતિશયપણે કોણ દગ્ધ કરે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com