________________
-
--
-
--
--
---
-
-
---
-
-
-
-
-
ચંદ્રલેખાની મનસિદ્ધિ ] *
૫૧ કહેલી વાતમાં સંમતિ આપી હર્ષ પ્રદર્શિત કર્યો અને ત્યારથી પ્રારંભીને પિતાને વિશેષ સમય ધર્મકાર્યમાં વ્યતીત કરવા લાગી. સ્વાર્થસિદ્ધિ કેને સુખદાયક થતી નથી?
અમુક દિવસો પસાર થયા બાદ ચંદ્રલેખાને ગર્ભવૃદ્ધિના શુભ ચિને દેખાવા લાગ્યા. સુંદરીએ પ્રસંગે પ્રસંગે ધર્મોપદેશ શરૂ કર્યો અને તેનું મન ધર્મમાં જ લયલીન રાખવું શરૂ કર્યું. સુંદરીના હિતેપદેશને કારણે ચંદ્રલેખાએ અમારી પળાવી, સત્પાત્રે દાન આપ્યું અને જિનમંદિરમાં આંગીરચનાદિ ધર્મ પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા.
શુભ દિવસે ચંદ્રલેખા રાણીએ પુત્રીરત્નને જન્મ આપ્યો. માતપિતા તથા પૌરજને અતીવ પ્રમેહ પામ્યા. વધામણી તરીકે રાજાએ પુષ્કળ દાન આપ્યું અને બંદીવાનેને કારાગૃહમાંથી મુક્ત કર્યા. જિનમંદિરમાં મહોત્સવ શરૂ કર્યો અને રંક-દીનદુઃખી-દરિદ્રીઓને ભેજન આપ્યું. એક માસ વ્યતીત થયા બાદ સુંદરીએ તે પુત્રીનું સુદર્શના એવું સાર્થક નામ પાડ્યું. ખરેખર સૌ કેઈને વારંવાર જેવું ગમે તેવું સુદર્શનાનું મુખકમળ હતું. લાવણ્ય અને કાંતિથી પરિપૂર્ણ સુદર્શન ચંદ્રકલાની માફક પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. રાણીને વાંછિત પુત્રીની પ્રાપ્તિ થવાથી તેના આનંદ-સાગરની પણ મજા નહતી. તે પુત્રીને એક ક્ષણ પણ ઉત્કંગમાંથી અળગી કરતી નહિ. આ પ્રમાણે લાલનપાલન કરાતી સુદર્શના પાંચ વર્ષની થઈ એટલે તેને સુયોગ્ય અભ્યાસ માટે ઉપાધ્યાયને સુપ્રત કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com