________________
-
-
૫૦
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
એકદા સુંદરીએ ચંદ્રલેખાના આવાસમાં પ્રવેશ કરી જોયું તે ચંદ્રલેખા ઉદાસીન ચહેરે ચિંતાગ્રસ્ત સ્થિતિમાં બેઠી હતી. ચંદ્રલેખાને પુત્રી સંબંધી પૂર્વની ચિંતાએ પુનઃ કન્જામાં લીધી હતી. સુંદરીને આનું કારણ સમજાયું નહિ. તે ધીમે પગલે અંદર ગઈ અને પૂછયું: “બહેન ! આજે તમે શા વિચારમાં ગરકાવ બન્યા છે ? સદૈવ પ્રસન્ન તમારા મુખ પર આ વિષાદની રેખાઓ કયાંથી? શું તમારું કેઈએ અપમાન કર્યું છે કે તમારી આજ્ઞા ખંડિત થઈ છે?” પિતાના સ્નેહીજન પાસે વાત છુપાવવાથી શું ફાયદો? એમ વિચારા ચંદ્રલેખાએ સુંદરીને પ્રેમપૂર્વક જણાવ્યું કે-“બહેન! આજે મને અચાનક ચિંતા ઉદ્ભવી છે કે મારે સંપૂર્ણ સુખ છે, પુષ્કળ રાજસાહ્યબી છે, સાત પુત્ર પણ છે છતાં પણ એક પુત્રીના અભાવમાં મને આજે તે સર્વસુખ ન્યૂન-અલ્પ જણાય છે. આજે પુત્ર પ્રાપ્તિની મને ચિંતા ઉદ્દ્ભવી છે તેથી તેના નિવારણ માટે તું સુયોગ્ય પ્રયત્ન કર.” બાદ રાણીના વિશેષ આગ્રહથી સુંદરીએ શ્રી મુનિસુવ્રતસ્વામીની અધિષ્ઠાયક દેવી નરદત્તાની શુદ્ધ મને ઉપવાસપૂર્વક ઉપાસના કરી અને તે જ રાત્રિએ શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ સુંદરીને જણાવ્યું કે-“ચંદ્રલેખાને પુત્રી થશે અને તેની નિશાની તરીકે આજ રાત્રે તેને સેનાની સમળી પિતાની ચાંચમાં પુષ્પહાર લઈ તેના કંઠમાં આરે પણ કરે છે તેવું સ્વપ્ન આવશે.”
શેષ રાત્રિ ધર્મધ્યાનમાં ગાળી સુંદરી પ્રાતઃકાળે ચંદ્રલેખા પાસે આવી અને સર્વ વ્યતિકર જણાવી કહ્યું કે “આજે રાત્રે સુવર્ણની સમળી ચાંચમાં વેત પુષ્પની માળા લઈ, રાત્રિના પ્રાંતભાગે તમે સુખનિદ્રામાં રક્ત હતા ત્યારે તમારા કંઠમાં તેણે તે માળા આરોપણ કરી એવા પ્રકારનું એક સ્વપ્ન તમને આવ્યું છે અને શાસનદેવીના કથન મુજબ તમને આ સ્વપ્નની ફળસિદ્ધિ
તરીકે પંદર દિવસમાં જ ગર્ભાધાન થશે.” ચંદ્રલેખાએ સુંદરીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com