________________
રાજકુમારી સુદર્શના] *
૪૩ વેઠવી પડે છે. ધર્મધ્યાનવડે પ્રાણુઓ દેવલોકમાં જાય છે અને શુકલધ્યાનના આલંબનથી શિવગતિ–મોક્ષ પ્રાપ્ત કરે છે.
વિદ્યાધરી વિજયા પણ આધ્યાનની ધારાએ આરૂઢ થઈ ગઈ અને ત્યારપછી અલ્પ સમયમાં જ મૃત્યુ પામતાં ભરુચનગરના કરંટ નામના વિશાળ ઉદ્યાનમાં ગાઢ અને વિસ્તૃત છાયાવાળા વડવૃક્ષ પર સમળાપણે ઉત્પન્ન થઈ. આર્તધ્યાન માત્રના પ્રસંગથી જીવ કેટલું હારી જાય છે તે માટે વિજયાને દાખલે ખરેખર વિચારણીય છે.
વિશાળ વટવૃક્ષ અસંખ્ય પંખીગણનું આશ્રયસ્થાન હતું. દિવસભર પૃથ્વી પર પરિભ્રમણ કરી, ચારે ચરી, પંખીસમૂહ સંધ્યા સમયે પાછે પિતાને આશ્રયસ્થાને આવી જતે અને પિતાના વહાલા બચ્ચાઓને ગાદમાં લઈ રાત્રિ વ્યતીત કરતે. પ્રાતઃકાળનો સમય થતાં જ વિધવિધ કલરવથી વિશાળ વટવૃક્ષ ગાજી ઊઠતું. આ વટવૃક્ષની વિશાળ ને દીઘ શાખામાં સમળીએ પિતાને માળો બાંધ્યો હતો. તે પણ અન્ય પંખીઓની માફક પિતાનું લક્ષ્ય લાવી પોતાની ઉદરપૃતિ કરતી. આ પ્રમાણે કેટલાક સમય પસાર થયે તેવામાં તે ગર્ભિણું બની. યોગ્ય સમય આવતાં તેને પ્રસૂતિની પીડા થવા લાગી. દુસહ્ય પીડા સહન કર્યા બાદ તેણે બે બચ્ચાંને જન્મ આપે
પ્રસૂતિની પીડા દૂર થઈ કે ઉદરપૂતિને પ્રશ્ન સામો આવીને ખડો થઈ ગયો. તેને પતિ તેના પ્રત્યે બેદરકાર બનીને કયાંય ચાલ્યા ગયા હતે. ખરેખર સ્ત્રીઓ જન્મથી આરંભી મરણું પર્યત પરાધીન જ હોય છે. કેવી રીતે ભક્ષ્ય લાવવું અને કયાંથી લાવવું? તે સંબંધે સમળી વિચાર કરે છે તેવામાં તે પ્રચંડ વંટેળીઓ પ્રગટ્યો. સમગ્ર દિશાઓ ધૂળથી પૂરાઈ ગઈ અને નિમેષ માત્રમાં જ આકાશ મેઘમાળાથી વ્યાપ્ત થઈ ગયું. વિજળીને ચમકાર થવા લાગ્યો અને રાવણ હસ્તીના નાદને જાણે
પડઘે પાડતે હેય તેમ મેવ ગજરવ કરવા લાગ્યો. જોતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com