________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
જેતામાં મુશળધાર વૃષ્ટિ શરૂ થઈ ગઈ અને સમળીની આહારની ઈચ્છા મનમાં ને મનમાં જ સમાઈ ગઈ. “આજ વૃષ્ટિ બંધ થશે, કાળ બંધ થશે”—એમ વિચાર કરતાં કરતાં સાત દિવસ વ્યતીત થઈ ગયા. મહાકટે સમળીએ સાત દિવસે પસાર કર્યા. એક દિવસની ક્ષુધા સહન ન થાય ત્યાં સાત દિવસની તે વાત જ શી કરવી? અને તેમાં પણ પ્રસૂતિ પછીની સુધાની પીડા તે અસહ્ય હોય છે, પરંતુ પરાધીન સ્થિતિમાં અને તેમાં પણ તિયચપણમાં પ્રાણી શું કરી શકે ? આવી રીતે દુઃખમય સાત દિવસ પસાર કર્યો તેવામાં ભાગ્યયોગે વૃષ્ટિ બંધ થઈ અને આકાશ સ્વરછ બની ગયું ત્યારે સમળીએ ભક્ષણાર્થે આહાર લેવા જવાની તૈયારી કરી, પણ અશક્ત શરીર હજી આનાકાની કરતું હતું. તેને મદદગાર સ્વામી પણ અન્યત્ર ચાલ્યા ગયે હતે. છેવટ સમગ્ર બળ એકઠું કરીને તે સમળી ગામના લૈરછ પાડા તરફ, જ્યાં માંસ અને લીલા હાડકાં પડયા રહેતાં ત્યાં, ઊડીને ગઈ.
સ્લેચ્છના પાડામાં સમળી ગઈ તે ખરી પરંતુ ત્યાં જઈને જુએ છે તે માટા ગીધ પક્ષીઓ રુધિર ને માંસથી વ્યાપ્ત હાડકાંમાંથી માંસ લઈને આમતેમ ઊડતા ને મેજ કરતાં માલૂમ પડ્યા. આ મેટા જૂથની વચ્ચે પાડામાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ હતું છતાં મહામહેનતે સમળીએ તે પાડામાં પ્રવેશ કર્યો અને પોતાના ભક્ષણાથે એક માંસથી ખરડાયેલું હાડકું ચાંચમાં ઉપાડી આકાશમાં ઉડ્ડયન કર્યું. પણ આ શું? સમળીને હાડકાને કકડો લઈને ઊડતી જોઈ પાડાને માલેક મલેચ્છ ક્રોધાન્વિત થઈ ગયો અને હજી તે સમળી ઊડીને છેડે દૂર જ ગઈ હશે તેવામાં કર્ણ પર્યત પિતાનું ધનુષ્ય ખેંચી તીક્ષણ બાણ તેની તરફ ફેકયું અને સડસડાટ કરતું તે તીર સમળીના હૃદયપ્રદેશમાં લાગ્યું.
તીણ બાણ લાગતાંની સાથે જ સમળી વેદના વ્યાપ્ત થઈ– ને પૃથ્વી પર ઢળી પડી. અસહ્ય વેદના કયારે પિતાને જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com