________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
નૃત્ય કરવામાં લયલીન બની ગયા હતા. અપ્સરાઓ પણ આનંદાવેશમાં પ્રભુના ગુણગ્રામ સિવાયનું અન્ય કર્તવ્ય ભૂલી ગઈ હતી.
- વિજ્યાએ આવું અપૂર્વ નૃત્ય કદી નીહાળ્યું નહોતું. તે પ્રાસાદમાં ઉચિત સ્થળે બેસી ગઈ અને એકાગ્રતાપૂર્વક નૃત્ય નીહાળવા લાગી. આવી રીતે અલ૫ સમય પસાર થયે તેવામાં એક અપ્સરાના ચરણમાંથી ઉછળીને નુપૂર (ઝાંઝર) વિજયાના ઉસંગમાં આવી પડયું. અપ્સરા તે પિતાના આનંદના અતિરેકમાં જ રક્ત હતી. તેને બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે તેનું લેશ માત્ર ભાન ન હતું. વિજયા દિવ્ય નુપૂરને જોઈ ચમકી. વિકસિત કમળની સુવાસ જેઈને ભ્રમર તેના પ્રતિ લેભાય તેમ નુપૂરની દિવ્ય કાંતિ જોઈ વિજયાનું મન પણ લલચાયું. પારકી કરોડની મીલ્કતને ધૂળના ઢેફાં જેવી સમજનાર વ્યક્તિ તે કઈ વિરલ જ હેય. લોભે વિજયાના મન પર કાબૂ જમાવ્યા અને વિશેષ વિચાર કરવા ન રેકાતાં નુપૂર લઈને તે મંદિરમાંથી બહાર નીકળી ગઈ અને ઉતાવળી ઉતાવળી ગગનવલ્લભ નગરીના માર્ગે ચાલવા લાગી.
યોગ્ય સુખ–ભેગમાં સમય પસાર કરતાં તેને પિતાનું પૂર્વનું સર્ષઘાતનું કાર્ય સ્મૃતિપટમાં આવ્યું. તે કાર્ય તેને શલ્યની માફક ખૂંચતું હતું. તે કાર્યને માટે પશ્ચાત્તાપ કરવાને બદલે તે કાર્યની વિચારણા કરતાં કરતાં તે આર્તધ્યાનમાં રક્ત બની ગઈ. આd અને રૌદ્ર એ બંને ધ્યાન સંસારસમુદ્રમાં અધઃપાત કરાવનાર છે. આધ્યાનથી તિર્યંચગતિ અને રૌદ્રધ્યાનથી નરકગતિ પ્રાપ્ત થાય છે, આ સંબંધમાં શાસ્ત્રગ્રંથોમાં પણ કહ્યું છે કે
अट्टेण तिरियजोणी, रोहझाणेण गम्मए नरयं ।
પ્રાણીઓ આધ્યાનના કારણે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે જ્યારે રૈદ્રધ્યાનના પ્રસંગથી નરકની મહાયાતનાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com