________________
રાજકુમારી સુના ]
શ્રેષ્ઠ ગણી છે. વૈયાવચ્ચના ગુણુ અપ્રતિપાતી કહ્યો છે. શાસ્ત્રગ્રંથામાં કહ્યુ પણ છે કે
*
पडिभग्गस्स मयस्स व, नासइ चरणं सुयं अगुणणाए । न हु वैयावञ्चकयं, सुहोदयं नासए कम्मम् ॥ १ ॥
‘ચારિત્રના પરિણામથી પતિત થવાથી-ભ્રષ્ટ થવાથી અથવા યમદેવના અતિથિ બનવાથી ચારિત્ર નાશ પામે છે, વળી અધ્યયન ન કરવાથી, પુનરાવર્ત્તન નહિં કરવાથી પઠિત શાસ્ત્રજ્ઞાન પણ નષ્ટ થઈ જાય છે; પરન્તુ સાધુજનની વૈયાવચ્ચ કરવાથી ઉત્પન્ન થયેલ શુભ ( પુણ્યાનુબંધી ) પુણ્ય ( ભાગવ્યા સિવાય) કદી પણ નાશ પામતુ નથી.’
આ જ વૈયાવચ્ચના પુણ્ય-પ્રાણ્યથી આદિ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર બાહુબલી પણ શ્રી ભરત ચક્રવત્તી' જેવા અજોડ પરાક્રમીથી પણ અજેય જ રહ્યા હતા. તેનાથી પણ વધારે ખળ પ્રાપ્ત કર્યું હતું.
સારી રીતે વૈયાવચ્ચ કરી વિજયા આગળ વધી તેવામાં તેના કણ પથ પર દિવ્ય નાદ સંભળાયા. ‘ અે શુ ? ’ એમ ગવેષણા કરતાં ઘેાડે દૂર શ્રી ઋષૠદેવના ભવ્ય જિનમંદિરમાંથી નૃત્યના તાલપૂર્વક સંગીતધ્વનિ આવતા જણાય. શીઘ્રગતિએ તે ત્યાં ગઈ. ત્યાં જતાં જ એક ભવ્ય અને હૃદયંગમ દૃશ્ય તેની નજરે પડયું.
ભગવાન શ્રી આદિનાથના આ ભવ્ય પ્રાસાદમાં ઇંદ્ર પેાતાની ઈંદ્રાણીઓ સહિત નાટારંભ કરી રહ્યા હતા. પરમાત્માની દ નીય આંગી રચવાપૂર્વક વિધવિધ રીતે ભવ્ય અનકરવામાં આવ્યુ હતુ. ઈંદ્ર વિધવિધ પ્રકારનાં નૃત્ય કયે જતા હતા અને સાનામાં સુગધની માફક અપ્સરા તે નૃત્યને ચિત્રવિચિત્ર અભિનય, હાવભાવ, સંગીત તથા તાલદ્વારા આપ આપી રહી હતી. ઈંદ્ર જાણે પરમાત્માની સાથે એકાંત વાર્તાલાપ કરતા હોય તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com