________________
સ્તોત્રસંગ્રહ ]
વૃથા બે વાર શા માટે આવવું જવું. કારણ કે એ પુત્ર આજથી સાતમે દિવસે બિલાડી દ્વારા મૃત્યુ પામવાને છે. ત્યારે રાજાને દિલાસ દેવા આવીશ.”
નંદરાજા આ કથન સાંભળી આશ્ચર્યમુગ્ધ બની ગયે. તેને હર્ષ વિવાદમાં ફેરવાઈ ગયો. તેના મનમાં સંશય ઉદ્ભવ્ય કે–વરાહમિહિર કહે છે તે સાચું કે ભદ્રબાહસ્વામીનું કથન સાચું? પરીક્ષા કરવા માટે તેણે નગરમાંથી દરેક બિલાડીને પકડીપકડીને સેંકડો ગાઉ દૂર મૂકી આવવા હુકમ બહાર પાડ્યો. શ્રી ભદ્રબાહસ્વામી પિતાના જોતિષજ્ઞાન પર મુસ્તાક હતા. બરાબર સાતમે દિવસે ધાવમાતા રાજપુત્રને ધવરાવતી હતી તેવામાં બારણનો આગળયે પુત્રના મસ્તક પર પડ્યો અને તે જ સમયે તેને આત્મા પરલેક પ્રયાણ કરી ગયો. સાતમે દિવસે પુત્ર મરણ પામ્યો તે ખરે પણ ભદ્રબાહુસ્વામીના કથન અનુસાર બિલાડી કયાં? રાજાએ આનું કારણ ગુરુને પૂછાવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે “આગળીયાના મુખ પર બિલાડીની આકૃતિ ચીતરેલ છે. વળી તેને બીલાડી કહે છે. રાજાએ તપાસ કરી તે કથન યથાર્થ જણાયું.
આ પ્રસંગ પછી તે વરાહમિહિર ઝંખવાણે પડી ગયે. રાજ્યમાન મળતું બંધ થયું એટલે તાપસી દીક્ષા સ્વીકારી અને અજ્ઞાન તપ કરવાનું શરૂ કર્યું. મરણ પામીને તે વ્યંતરનિકામાં દેવ તરીકે ઉપ. પૂર્વભવનું વૈર સંભારી તેણે સંધમાં મરકીને ઉપદ્રવ શરૂ કર્યો. પ્રજા ત્રાસી ઊઠી. શું કરવું ? તેના વિચારમાં કેટલા ય દિવસો વિતાવ્યા છતાં કારી ન ફાવી. છેવટે શ્રીસંઘે ભદ્રબાહુવામીને વિજ્ઞપ્તિ કરી એટલે તેમણે શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું મંત્રગતિ “ સાહસ ' નામનું ચમત્કારિક તેત્ર બનાવી આપ્યું, જેના પઠન-પાઠનથી અને તેના
મરણપૂર્વક મશ્રિત જળથી મરકીને ઉપદ્રવ શીઘ શમી ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com