________________
ક [ સિદ્ધિદાયક મંત્ર સંગ્રહ
ભદબાણ શામિ દ્વાનપુરમાં તે
ભદ્રબાહસ્વામી એટલે અજોડ વિદ્વાન. ન્યાય, તક, વ્યાકરણ અને જ્યોતિષશાસ્ત્રાદિમાં તેઓ પૂર્ણ પારંગત હતા.
દક્ષિણ ભારતના પ્રતિષ્ઠાનપુરમાં તેમનો જન્મ થયેલે. તેઓ બ્રાહ્મણ જ્ઞાતિના હતા. જૈનાચાર્ય શ્રી યશોભદ્રસૂરિના સંસર્ગમાં આવી તેમણે જેની દીક્ષા સ્વીકારી. તેમને વરાહમિહિર નામને લઘુબંધુ હતું. તે પણ જૈન સાધુ બન્યા હતા. બને જ્યોતિષવિદ્યામાં વિચક્ષણ બન્યા, પરંતુ બંને વચ્ચે આકાશપાતાળ જેટલું અંતર હતું. શ્રી ભદ્રબાહસ્વામી શાંત અને નમ્ર હતા. વરાહમિહિર ઉગ્ર અને અભિમાની હતે. ભાગ્યયોગે વરાહમિહિરથી દક્ષાનું પાલન ન થયું અને તેણે ચારિત્રને ત્યાગ કર્યો. તેનું જ્યોતિષ સંબંધી સારું જ્ઞાન જાણું નંદરાજાએ તેને રાજસેવામાં નિયુક્ત કર્યો.
તિષ જ્ઞાન સંબંધી ભદ્રબાહસ્વામીની ખ્યાતિ ચારે દિશામાં વિસ્તરી ગઈ અને અપ્રતિહત તિષાચાર્ય તરીકે તેમની ગણના થવા લાગી. સ્વભાવસુલભ ઈર્ષોથી વિરાહમિહિરને તેમની યશ-પતાકા શલ્યની માફક ખૂંચવા લાગી, એટલે ભદ્રબાહુસ્વામીને હેરાન કરવા ચોગ્ય સમયની રાહ જોઈ રહ્યો. અભિમાનને વશ થયેલ પ્રાણી બંધુભાવને પણ પરિત્યાગ કરે છે!
ભાગ્યને બન્યું એવું કે નંદરાજાને ત્યાં વૃદ્ધાવસ્થાએ પુત્રજન્મ થયો. વરાહમિહિરે જન્મકુંડળી કરી સે વર્ષનું આયુષ જણાવ્યું. વધામણ માટે સર્વ નગરજને ભેટ–ગાદ લઈને હર્ષ પ્રદર્શિત કરી આવ્યા. જૈનમુનિને આચાર ન હેવાથી શ્રી ભદ્રબાહસ્વામી ન ગયા વરાહમિહિરને જોઈતી તક મળી ગઈ. તેણે રાજાના કાન ભંભેર્યા. રાજા ક્રોધાન્વિત થયે અને ભદ્રબાહુસ્વામીને ન આવવાનું કારણ પૂછાવ્યું. ભદ્રબાહુસ્વામી વિચક્ષણ ને વરાહમિહિરની ક૫ટકળાથી પરિચિત હતા. તેમણે આ પ્રસંગની આશા રાખી જ હતી એટલે એનાથી ડરી જાય તેમ ન હતા. તેમણે રાજસેવક સાથે કહેવરાવ્યું કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com