________________
( ૧૧ )
હરકીશનદાસ પણ પોતાને સમય નિત્યકર્મમાં ઘણી જ સુંદર રીતે વ્યતીત કરે છે. સવારનાં સમયમાં બે કલાક ધર્મ આરાધન અને સ્વાધ્યાય કરી રહેલ છે. આવી તેમની ધર્મભાવના તથા એકનિષ્ઠાથી તેના ઉપર આવેલ મહાન સંકટેમાંથી તેમને અદ્દભુત બચાવ થયે છે. શેઠ હરકીસનદાસે પિતાના પિતાશ્રીના કાપડના વેપારમાં ન પડતાં સને ૧૯૩૧માં ભાગ્યપરીક્ષાર્થે ફાઉન્ટન પેનની લાઈન હાથમાં ધરી. પ્રારંભમાં નાના પાયા ઉપર વેપારની શરૂઆત કરતાં આજે દસ વર્ષનાં ગાળામાં તેઓ ફાઉન્ટન પેનનાં “પાયોનીયર ડીલર્સ” તરીકે લગભગ પાંચ લાખ ઉપરાંતને ગંજાવર સ્ટેક ધરાવનાર બાહોશ વ્યાપારી તરીકે પ્રખ્યાતિ પામી હેબી રોડ કેટમાં મોટી દુકાન ધરાવે છે. આજે ફાઉન્ટન પેનનાં વેપારી તરીકે તેમને સંબંધ જર્મની, અમેરિકા, ઈંગ્લેન્ડ અને જાપાન સાથે ઘણું જ સારી રીતે જોડાએલે છે, અને વિદેશમાં ફાઉન્ટન પેનનાં અગ્રગ૭ય વેપારી તરીકે તેમની આંટ પણ સારામાં સારી જામી છે. તેમના આ ફાઉન્ટન પેનના સ્ટોરની મુલાકાત પોરબંદરનરેશ મહારાણાશ્રી નટવરસિંહજી બહાદુર લઈ આત્મસંતેષ દર્શાવ્યો હતે. તે જ માફક શ્રીયુત મહાદેવભાઈ દેસાઈએ પણ ગુજરાત રીલીફ ફંડ વખતે તે સ્ટરની મુલાકાત લઈ તેમને શુભાશીષ આપ્યા હતા. આ પ્રમાણે દશ વર્ષમાં તીવ્ર બુદ્ધિ, ખંત અને ભાગ્યબળે પોતાના પિતાની માફક ઘણી જ સારી રકમ પેદા કરવા સાથે પોતાની પ્રતિષ્ઠા એવી વધારી છે કે મુંબઈના કોટ વિભાગમાં આવતી કઈ પણ ધાર્મિક ટીપ તેમજ કોઈ પણ દુઃખી સ્વામીબંધુ યથાશક્તિ સત્કાર મેળવીને જ જાય છે. આ ઉપરાંત તેમને સાહિત્યપ્રેમ પણ ઘણે જ સુંદર અને અનુકરણીય છે, જેના અંગે તેઓશ્રી સાહિત્યપ્રેમીઓના ઉચિત કદરદાન પણ બન્યા છે.
આ પ્રમાણે તેમનું સંરકારિક ઊંચ કેટીનું જીવન સો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com