________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ઐકયતા માટે અવિરત શ્રમ કરનાર
સ્થાનકવાસી મુનિશ્રી મિશ્રીમલજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાયના મુખ્ય બે પક્ષે વચ્ચેના મતાગ્રહ દૂર કરાવવા માટે મુનિશ્રી મિશ્રીમલજીએ અથાગ પરિશ્રમ સેવ્યા હતા અને સંતોષકારક સમાધાન માટે સદૈવ ઝંખના કરી હતી. પોતાના સર્વ પ્રયાસોને સફળતા ન સાંપડતા છેવટે તેમણે ઉપવાસનો આશ્રય લીધે અને વિ સં. ૧૯૩૯૪ના પોતાના મુંબઈના નિવાસ દરમિયાન ઉપવાસ કર્યા'. શરીર સહન ન કરી શકે તેવી તપશ્ચર્યાને કારણે તેમનું દેહબળ ઘટયું અને પરિણામે વિ. સં. ૧૯૪માં પંજાબખાતે તેમના સ્વર્ગવાસ થયા. તેમના જેવા સંતપુરુષના સતત સમાગમથી અને મુંબઈ ખાતેના તેમના ઉપવાસ દરમિયાનની પયુ પાસનાના પ્રતાપે મારા જીવનમાં અદ્ભુત પરિવર્તન થયું છે તે ઋણના યત્કિંચિત્ બદલા તરીકે તેમને ફેટે આ પુસ્તકમાં આપી કૃતકૃત્યતા અનુભવું છું.
—સ ગળદાસ