________________
( ૮ ) કુદરતે પણ સારી સહાયતા અર્પ. સને ૧૯૧૪ ના વિવવિગ્રહે તેમને વેપારમાં ઘણી જ સારી યારી આપી. પરિણામે સમસ્ત હિંદમાં નેટના વેપારમાં એકહથ્થુ વેપાર હાથ કરવા તેઓ સમર્થ થયા અને તેમની ખ્યાતિ નેટની મને પલી ધરાવનાર બહેશ વેપારી તરિકે પંકાઈ.
લાખોપતિની ગણત્રીમાં ગણાતા શેઠ મોહનલાલ ત્યારબાદ પણ એકનિષ્ઠાથી શેઠ માધવજી નવરોજજની પેઢીમાં પોતાના અંતિમ કાળ પર્યન્ત ભાગીદારી ચાલુ રાખી રહ્યા હતા.
આ ભાગ્યાત્માને સ્વર્ગવાસ ઈ. સ. ૧૩૬ માં સીતેર વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ થયો ત્યારે પૂર્વે દસ વર્ષથી તેઓ વ્યાપારી જીવનમાંથી નિવૃત્ત થઈ આત્મકલ્યાણની સાધનાથે સંયમી જીવન જીવતા હતા. તેઓનું નિત્યકર્મ પ્રભાતે વહેલા ઊઠી પ્રતિક્રમણ સાથે લગભગ ત્રણ સામાયિક કર્યા બાદ બે કલાક સુધી પ્રભુભક્તિ અને પૂજા, વ્યાખ્યાનશ્રવણ આદિ ધાર્મિક પ્રવૃત્તિમાં સમય ગાળતાં. ટૂંક સમયમાં ભેજનાદિક ક્રિયામાં અને શાંતિમાં ગાળી પાછા સામાયિક ક્રિયામાં પોતાને સમય વ્યતીત કરતા. આ પ્રમાણે તેઓ સવારથી સાંજ સુધીમાં અખલિતપણે આઠ સામાયિક કરતાં. આ પ્રમાણે એક સાધુજીવન જેવું ઊંચ કેટીનું જીવન તેઓએ અખલિતપણે પાછલા દસ વરસ સુધી વ્યતીત કર્યું. તેઓશ્રીને ત્યાં ગયેલ કોઈ પણ ધાર્મિક ખાતાની ટીપ તેમજ સહાયાર્થે આવેલ કોઈ પણ સ્વધર્મી ભાઈ મદદ મેળવ્યા વિના કદાપિ પાછા ફરતા નહીં. આ મહાન વિભૂતિએ પિતાની અંતિમ સમયની ધાર્મિક ભાવનાઓ પરિપૂર્ણ કરવા સાથે પોતાની સ્વકમાઇની મિલકતમાંથી જરૂરીયાતવાળા ખાતાએને યથાશક્તિ સારી મદદ પાછળથી પણ મળે તે ખાતર રૂપીઆ બે લાખની સખાવત કરવાની માત્ર એક ચિઠ્ઠી પોતાના સરકારી ને આજ્ઞાંકિત પુત્ર ઉપર લખી પોતાની હૃદય ભાવનાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com