________________
સ્વ. દાનવીર શેઠ મોહનલાલ
વસનજી કાપડીયા આ ધર્માત્મા ભાગ્યાત્માને જન્મ ઈ. સ. ૧૮૯૬માં પરબંદર ખાતે એક સાધારણ સ્થિતિના કુટુંબમાં થયેલ હતું. તે સમયે મુંબઈ બંદર પ્રગતિનાં પગથિયાં કમશઃ ચઢી રહ્યું હતું. પોરબંદર, માંગરોળ અને વેરાવળ વિગેરે સ્થળોએથી ભાગ્યપરીક્ષાર્થે આવેલ અનેક વ્યક્તિઓએ મુંબઈમાં સુંદર પુરુષાર્થ કરી દ્રવ્યપ્રાપ્તિ કરી હતી.
યુવાવસ્થામાં પગલાં પાડતા શ્રી મોહનલાલની નજર મુંબઈ પ્રતિ આકપીઈ અને પિતાના માતુશ્રીને મુંબઈ જવા માટે રજા આપવા આજીજી કરી. તેમની જન્મકુંડલીમાં ભાગ્યાત્માને લાયક ગૃહની સ્પષ્ટ ચાલ દષ્ટિગોચર થતી હતી એટલે મોહનલાલને પુત્રવાત્સલ્યપણાનાં મોહમાં ગુંચવી ગૃહ-આંગણે રાખી મૂકી તેના ભાગ્યની આડે આવવા કરતાં “દીકરો દેશાવર જ શોભે? તે કહેવતને માન્ય રાખી તેમની માતુશ્રીએ મોહનલાલભાઈને ચૌદ વર્ષની ઉમરે મુંબઈ જવા વિદાય આપી.
મુંબઈ આવતાં જ મૂળજી જેઠા મારકીટમાં મચ્છરની નેટ અને ડેરીયાને વેપાર કરતી શેઠ માધવજી નવરોજજીની દુકાને તેમને રૂ. ૬) ના પગારે નેકરી મળી. બુદ્ધિબળ, ઉત્સાહ, ખંત, પ્રામાણિકતા અને વિવેકથી ચેટીયાઓનાં દિલ જીતી લઈ દશ વર્ષના ગાળામાં મોહનલાલને આ પિઠીમાં ભાગીદારીને લાભ મળે. આ ભાગ્યાત્મા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com