________________
[ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર વેકિય લબ્ધિનો ઉપયોગ કર્યો. જોતજોતામાં તેમનું શરીર વૃધિંગત થવા લાગ્યું. વિષ્ણુકુમારે પોતાના દેહને મેરુપર્વત પ્રમાણ વિસ્તૃત કર્યું અર્થાત્ એક લાખ યોજન પ્રમાણ કર્યું, વિરાટ સ્વરૂપ પાસે માનવી લઘુમાં લઘુ કીટ જેવો જણાવા લાગ્યો. નમુચીને સિંહાસનથી નીચે પાડી, પૂર્વ અને પશ્ચિમ સમુદ્રના કિનારે બે પગલાં મૂકી તેઓ સ્થિર ઊભા રહ્યા. બાદ ત્રીજો પગ નમુચીના શરીર પર મૂકી તેને જમીનમાં દબાવી દીધો. વાયુવેગે આ સમાચાર અંતઃપુરમાં રહેલા મહાપદ્મ ચક્રવર્તીને પહોં.
ચ્યા. સંધ્રુમપૂર્વકતત્કાળ તેઓ ત્યાં આવ્યા અને પોતાના વડીલ બંધુ મહર્ષિ વિકુમારને નમી નમ્ર વાણીથી કહેવા લાગ્યા કે-“હે પૂજ્ય ! આ અધમ મંત્રી નમુચીનું કપટ મારા જાણવામાં આવ્યું નહિ. આપ કૃપા કરો. ખરી રીતે આ દોષ મારો જ છે કારણ કે મેં પ્રમાદ સેવ્યો. આ મારો સેવક છે અને સેવકના દોષથી સ્વામી દુઃખી થાય છે, માટે મારો આ અપરાધ ક્ષમા કરો. હું પણ આપને સેવક છું અને આપ મારા સ્વામી છે એટલે મારા પર કૃપા લાવી ત્રણ લોકની પ્રજાને સંશય ઉપજાવનારું આપનું આ વિરાટ સ્વરૂપ આપ સંક્ષેપે.” આ પ્રમાણે અત્યંત આજીજીપૂર્વક વિજ્ઞપ્તિ કરવાથી કરુણાનિધાન વિષ્ણુકુમારે પિતાને દેહ સંક્ષેપી લીધે. મહાપદ્મ ચક્રવર્તીએ અધમ નમુચીને દેશવટો આપ્યો અને પિતે સર્વ મુનિરાજેને અત્યંત ખમાવ્યા. વિષ્ણુકુમાર આ પ્રમાણે આવી પડેલ સંકટનું સં હરણ કરી, ગુરુની આજ્ઞા લઈ પુનઃ પોતાના તપશ્ચર્યા તથા ધ્યાનના કાર્યમાં રક્ત રહેવા માટે મેરુપર્વત પર ગયા અને ક્ષપકશ્રેણી માંડી ઘાતીકમને નાશ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આયુ પૂર્ણ થયે મેક્ષલહમીના ભોક્તા થયા.
આ છેલ્લા પ્રસંગ પછી મહાપદ્મ ચક્રવર્તીએ સંસાર પરથી ઉગ પામી. લણી લીધેલા ક્ષેત્રને પંખીઓ જેમ ત્યાગ કરે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com