________________
-
-
-
=
=
=
===
=
=
વિપત્રકુમારનું વિરાટ સ્વરૂપ ] -
ચીને સમજવાની જરૂર જ કયાં હતી? તેણે વિષણુકુમારને કહ્યું કે-“હું આ મુનિઓને નગરમાં રહેવા દઈશ નહિ.” વિષ્ણુકુમારે પુનઃ શાંતિપૂર્વક સમજાવતાં કહ્યું-“ જે તમારી ઈચ્છા હોય તો મુનિઓ નગરમાં ન રહે. નગરની બહાર ઉદ્યાનમાં રહેવાની રજા આપો.” જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ નમુચીનો કોલ–સાગર માજા મૂકતે ગયો. સારાસાર કે કર્તવ્યાકતવ્યનો તેને લેશ માત્ર વિચાર ન હતો-વિચાર કરવાને અવકાશ પણ નહતો. અતિશય ક્રોધમાં આવી જઈ તેણે વિષગકુમારને છેવટનું વચન સંભળાવી દીધું કે “તમે હવે વિશેષ વાર્તાલાપ ન કરો. આ મુનિવરોની મારા રાજ્યમાં હાજરી હું કદાપિ સહન કરી શકીશ નહીં. જે તેઓને જીવવું હોય તો મારા રાજ્યનો ત્યાગ કરી ચાલ્યા જાય, અન્યથા હું સર્વનો ઘાત કરાવીશ. મને તેમની ગંધ પણ પ્રિય નથી.” નમુચીના અંતિમ ઉદ્દગારો સાંભળી વિષ્ણુકુમારનો શાંત સ્વભાવ પણ તપ્ત બની ગયો. ભારેલા અગ્નિની માફક તેમનું ક્ષાત્રતેજ વદનકમલ પર તરવરી રહ્યું. તેમણે હવે પોતાનો પ્રભાવ દર્શાવવાને નિર્ણય કર્યો. અત્યાર સુધી પ્રાપ્ત થયેલ લબ્ધિઓનો ઉચિત કાળે ઉપયોગ કરવાનું સદ્ભાગ્ય સાંપડયું અને તે પણ ચતુર્વિધ સંઘના પ્રાણસમા શ્રમણસંઘના રક્ષણાર્થે. નમુચીના છેલા વચનો ધીરજપૂર્વક સાંભળી લીધા બાદ છેવટની માગણી તરીકે નમુચી પ્રત્યે તેમણે કહ્યું કે-“હે રાજન! મને રહેવા માટે ત્રણ પગલાં જેટલી તો જમીન આપ.” નમુચીએ આ સાંભળી વિચાર્યું કે ત્રણ ડગલા જેટલી ભૂમિમાં કોણ રહેવાનું છે? આવા પ્રકારની માગણી કરવામાં ભલે વિષ્ણકુમારની મશ્કરી થાઓ. બાદ તેણે વિપશુકુમારને કહ્યું-“ ભલે ત્રણ ડગલાં જેટલી જમીન આપું છું, પરન્તુ તે જમીનની બહાર જે કોઈ મુનિ રહેશે તેનો હું લાલ જuિછેદ કરીશ” “જવાનું કહીને વિષ્ણાતમારે પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com