________________
૯૮
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર તેના મામાના દીકરા ગંગાધર અને મહીધર આસક્તિ ધરાવતા હતા. તેને મહાપદ્મકુમારના પાણિગ્રહણ મહેત્સવના સમાચાર મળતાં તેઓ બંને અત્યન્ત કૃદ્ધ થયા અને પિતાના સમગ્ર સૈન્ય સાથે યુદ્ધ કરવા આવ્યા, પરન્ત કેશરીસિંહના દર્શન માત્રથી જ મૃગેનું વિશાળ જૂથ નાશી જાય તેમ વિદ્યાધરેનું સૈન્ય નાશી ગયું. પોતાના સૈન્યને અચાનક ભંગ થયેલ જેઈ બંને વિદ્યારે જીવ લઈને નાશી ગયા. આ સમયે નવમા ચક્રવર્તી તરીકે મહાપદ્યને ચક્રવર્તીપણાના ચિહ્નરૂપ કરને પ્રાપ્ત થયા. ચકરત્નાદિ પ્રાપ્ત થતાં જ બળવાન મહાપદ્મ ભરતક્ષેત્રના છ ખંડ સાધી લીધા. શુકલપક્ષની ચતુર્દશીએ ચંદ્રકળાની એક કળા અપૂર્ણ રહે તેમ મહાપદ્મકુમારને એક સ્ત્રીરત્ન સિવાયની સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ આટલી ઋદ્ધિસિદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત થવા છતાં મનાવળી મહાપદ્મના હૃદયપટમાંથી દૂર થઈ નહોતી. મદનાવલીને પ્રાપ્ત કરવાના મિષે ક્રીડાથે તે પુનઃ તાપસ આશ્રમમાં આવ્યો. હવે તે નાગવતી પણ મહાપદ્મના ચક્રવર્તીત્વના સમાચારથી પરિચિત બની હતી એટલે હાથકંકણને આરસીની જરૂર રહેતી નથી તેમ નાગવતીએ મદનાવળીને મહાપદ્રકુમાર સાથે પરણાવી. આ પ્રમાણે સ્ત્રીરત્નને પણ પ્રાપ્ત કરીને ચક્રવત્તીની સંપૂર્ણ સાહાબી સંપાદન કરી મહાપદ્રકુમાર પુનઃ હસ્તિનાપુર આવ્યો, અને માત-પિતાના ચરણુકમળમાં હર્ષપૂર્વક પ્રણામ કર્યા.
* ચક્રવર્તીને ચૌદ રત્ન પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે૧ એકરન, ૨ દંડરત્ન, ૩ સેનાપતિરન, ૪ અશ્વરન, ૫ ગજરન, ૬ પુરોહિતરત્ન, ૭ ગૃહપતિરત્ન, ૮ વર્ધકીરન, ૯ ચર્મરત્ન, ૧૦ છત્રરન, ૧૧ મણિરત્ન, ૧૨ કાંકિણુન, ૧૩ ખગરત્ન અને ૧૪ શ્રીરત્ન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com