________________
સીરત્નની પ્રાપ્તિ]
૯૭
કર્યું”, મદાંધ અને ઉશ્કેરાઈ ગયેલ હસ્તીને પેાતાના માર્ગમાં આ નવીન વ્યક્તિને જોઈ વિશેષ રાષ ઉદ્ભવ્યેા અને પેાતાનુ' સમગ્ર અળ એકઠું કરી તે કુમારના કાળિયા કરી જવા તેના તરફ દોડ્યો. મહાપદ્મકુમાર ગજવિદ્યામાં વિચક્ષણ હતા. પહેલાં તે તેણે હસ્તીને આમતેમ દોડાવી થકવવા માંડ્યો. દરમિયાન પેાતાના ઉત્તરીય વજ્રને મનુષ્યાકારનું બનાવી રસ્તા વચ્ચે નાખ્યું. ક્રોધથી અંધ બનેલા ગજરાજે તેને જ કુમાર માની તેના પર જોરશેારથી સુંઢના પ્રહારો કર્યાં. કુમાર પેાતાની યુક્તિને સફળ થતી જોઈ પ્રમેાદ પામ્યા, તેવામાં રાજા પણ પેાતાના પરિવાર સાથે ત્યાં આવી પહેાંચ્યું. લાગ જોઈ, કૂદકા મારી કુમારે હસ્તીની પીઠ પાછળથી તેના પર આરહણ કર્યું. આથી તેા માતંગના અભિમાને માજા મૂકી, કુમારને પેાતાની પીઠ પરથી ઉછાળી મૂકવા તેણે આડુંઅવળું પરિભ્રમણ અને પેાતાના દેહનુ. ઊંચાનીચાપણું કર્યું” પરન્તુ પ્રવીણ મહાપદ્મકુમારે મ ુકાસન ઇત્યાદિ વિવિધ આસનેાથી હાથીને મહાત કર્યાં. રાજ્ય ચાલ્યું જતાં રાજા જેમ વિલખા બની જાય, વિષ નીકળી ગયા પછી સર્પ જેમ પરવશ થઈ જાય તેમ હસ્તીના મદ ગળી જતાં તે કુમારને વશીભૂત બની ગયા. કુમારની આવી શક્તિ અને ચતુરાઈ જોઈ રાજાને દૃઢ નિર્ણય થઈ ગયે। કે આ કુમાર ફાઈ શ્રેષકુળમાં ઉત્પન્ન થયેલ છે. રાજાએ તેને આગ્રહપૂર્વક આામત્રણ આપી પેાતાની સેા કન્યાએ પરણાવી, કુમાર પણ રાજકન્યાઓ સાથે ભાગવિલાસમાં સમય પસાર કરવા લાગ્યા.
આ પ્રમાણે સિંધુસદનમાં કેટલેક સમય વ્યતીત કર્યા તેવામાં એક વિદ્યાધરીની વિજ્ઞપ્તિથી તે વૈતાઢ્ય પર્વત પર ગયા અને ત્યાં જયચંદ્રા નામની તેના પ્રત્યે અનુરાગિણી બનેલી વિદ્યાષરી સાથે વિવાહાત્સવ કર્યો. જયચંદ્રા પ્રત્યે ૧૩
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com