________________
.:. "
.
નાસ્તિક નમુચી ]
----
આ સચોટ ને બુદ્ધિપૂર્વકને જવાબ સાંભળી નમુચી ઝંખવા પડી ગયા. અત્યારસુધી જ્વાળામુખી પર્વતના લાવા રસની માફક ઉકળતે તેને અભિમાન રસ એકદમ શીતળ થઈ ગચે. તે સમયે તે તે વિલ બની જઈને રાજાની સાથે સ્વસ્થાને પાછો ફર્યો, પરંતુ તેના મનમાં વૈરાગ્નિએ પ્રવેશ કર્યો. કોઈ પણ પ્રકારે આ અપમાનને બદલે લેવા નિશ્ચય કર્યો. દીર્ઘ સમયની વિચારણાને અંતે રેષિત નમુચીએ રાત્રિના અંધકારમાં તે સુલક સાધુને વધ કરવાને નિર્ણય કરી રાત્રિ થતાં જ તે માટે તૈયાર થઈ જવામાં તે ઉદ્યાન નજીક આવે છે તેવામાં શાસનદેવીએ તેને પાષાણુવત્ સ્થિર કરી દીધો. પ્રાત:કાળે રાજા વિગેરે સમસ્ત પૌરજને નમુચીને તેવી વિચિત્ર સ્થિતિમાં નીહાળી વિસ્મય પામ્યાં. બાદ ગુરુ પાસે આવી, સત્ય હકીકત જાણી, તેના પર ફિટકાર વર્ષાવી સૌ ચાલ્યા ગયા. ગુરુને નમુચીની પરાધીન દશા પર દયા આવવાથી તેને મુક્ત કરાવ્યું. નમુચી પણ આ અપમાનિત દશામાં ઉજજૈનમાં રહેવા કરતાં દેશાંતર જવા નીકળી પડ્યો. કહ્યું પણ છે કે
यस्मिन् देशे न सन्मानी, न वृचिन च बांधवः । न च विद्यागमोऽप्यस्ति, वासं तत्र न कारयेत् ॥
જે દેશમાં સન્માન ન સચવાય, આદરસત્કાર ન મળે, તિરસકરણીય દશામાં રહેવું પડે, આજીવિકાનું કેઈ સાધન ન હોય, વિદ્યાપ્રાપ્તિ ન થઈ શકે તેમ હોય તેવા દેશમાં કદાપિ નિવાસ ન કરે. તેના કરતાં તે દેશાંતર જવું સારું.
આ પ્રમાણે વિચાર કરી નમુચીએ પૃથ્વીપર્યટન શરૂ કર્યું. પરિભ્રમણ કરતાં કરતાં તે હસ્તિનાપુરમાં આવી ચઢ્યો અને યુવરાજ મહાપદ્મની સેવામાં જોડાઈ ગયે. આ મહાપદ્ય યુવરાજ કેશુ? તે સંબંધી હકીકત આપણે તપાસી જઈ.
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com