________________
=
=
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સમજી ગયા કે નમુચીને તેના જ્ઞાનનું અજીર્ણ થયું છે અને અભિમાને તેને પરાધીન બનાવ્યું છે જેને પરિણામે તેની જિહવાની ખરજ વૃદ્ધિ પામી જણાય છે. આચાર્ય શાન્ત રહ્યા એટલે નમુચીએ આક્રોશપૂર્વક કહ્યું કે-“કેમ જવાબ આપતા નથી? લેકેને શા માટે આવા ઢંગ કરી છેતરે છે? મારી પાસે તમારા જેવા પાખંડીનું કશું પણ નહિં ચાલે.”નમુચિએ આમ કહ્યું છતાં પણ સમયજ્ઞ અને શાન્તસ્વભાવી સુવ્રતાચાર્ય કશું ન બેલ્યા. આચાર્યને મૌન રહેવામાં નમુચીને પિતાને વિજય થતો જણાયે એટલે તે આચાર્ય પ્રત્યે પુનઃ પુનઃ રાષપૂર્વક કહેવા લાગે ત્યારે એક બાળસાધુથી નમુચના આ કટુ વચન સહન ન થતાં તેમણે નમ્ર વાણીશી કહ્યું કે-“તમે ચુક્તિસંગત વાદ કરે. હું તમને તેને યથાયોગ્ય ઉત્તર આપીશ.” એક બાળસાધુનાં આવાં વચન સાંભળીને નમુચીને ક્રોધ માજા મૂકી ગયે અને આવેશ ને આવેશમાં તે બાલમુનિને કહી સંભળાવ્યું કે “તમે સર્વદા અપવિત્ર, પાખંડી અને વેદધર્મથી બહિષ્કૃત છે.” મદોન્મત્ત ગજને વશ કરવાને માટે નાને એ એક અંકુશ માત્ર બસ છે. ધસમસતા જતા એજીનને અંકુશમાં રાખવા માટે એક નાનકડી સ્પ્રીંગ જ બસ છે. ક્ષુલ્લક સાધુએ નમુચીને તના પ્રશ્નને એ યુક્તિસંગત જવાબ આપ્યો કે પોતે જ પ્રત્યુત્તર સાંભળી થંભવત સ્થિર થઈ ગયે. રાજવી અને તેને પરિવાર બાલસાધુની બુદ્ધિમત્તા જોઈ આશ્ચર્યમાં ગરકાવ બની ગયા. બાલસાધુએ નમુચીને જવાબ આપે કે“વિષયાસક્તિ તે જ અપવિત્ર છે અને તેને જે ઉપાસક તે પાખંડી કહેવાય. વેદમાં પણ પાણીનું સ્થાન, ખાંડણયા, ચૂલો, ઘટી અને સાવરણી–એ પાંચ પાપબંધનાં કારણે કહ્યા છે. તેને ત્યાગ કરવાનું ફરમાન છે છતાં તમે તેને ઉપયોગ કરે છે જ્યારે અમે તે તેનાથી તદ્દન નિલેપ છીએ તે વેદબાહા અમે કે તમે ??
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com