________________
નાસ્તિક નમુચી ]
૮૭
""
સાથે પધાર્યા, તેમને વંદનાર્થે જતા લોકસમૂહ ગવાક્ષમાં બેઠેલા રાજવી શ્રીવમ ની નજરે પડ્યો. ટોળામ'ધ લેાકેાનુ' આવાગમન નીરખી રાજને કુતુહળ થતાં તેણે તપાસ કરાવી તે સત્ય હકીકત જણાઈ. નસુચી ભૂપ પાસે જ એઠા હતા એટલે તેને ઉદ્દેશીને રાજવીએ કહ્યું કે—“ચાલેા, આપણે પણ ત્યાં જઈ, સતપુરુષના દર્શન કરી પાવન થઈએ અને ધમ-શ્રવણુ કરીએ. ” નમુચી મિથ્યાત્વી હતા, જૈન સાધુના પ્રભાવ રાજા પર પડે તેથી તે નાખુશ થતા હતા, એટલે તેણે સગવ જણાવ્યું કે—“તમારે ધમ સાંભળવાની ઇચ્છા હાય તે હું સત્રળાવું. આપને ત્યાં સુધી ગમન કરવાના પરિશ્રમ લેવાની જરૂર નથી.” નસુચીતું આ પ્રમાણે કથન સાંભળી રાજાએ પુનઃ કહ્યું કે–“ ચાલા, જોઇએ તેા ખરા કે તે કેવા વિદ્વાન છે?” રાજાની આંતરિક ઈચ્છા સંત સમીપે જવાની જાણી નમુચીએ નિરુપાયે કહ્યું કે-“ ભલે ચાલા, પણ તેમના પાસેથી તમને કશું નવીન જાણવાનું નહીં મળે. એ લાકા અજ્ઞાન છે અને ભાળા લેાકેાને શરમાવે છે. મારા પાંડિત્ય પાસે અ જૈન સાધુએ કશી ગણત્રીમાં નથી. આપે માત્ર તટસ્થ તરીકે ોયા કરવું. હું તેમને આપની સમક્ષ જ નિરુત્તર બનાવી તેમની પાકળતા સાબિત કરી બતાવીશ. ’’ કમળાના રેગથી પીડિત પ્રાણી સફાઈને પીતવર્ણી જ જુએ છે તેમાં તેને પેાતાની દૃષ્ટિના દોષ દેખાતે નથી. હસ્તિઓ ગજ ના તા ઘણી કરે છે પરન્તુ એકાદ સિંહના મેળાપ થતાં ઊભી પુછડીએ નાશી જાય છે. નમુચીને ખબર ન હતી કે પેાતે કાની સામે હામ ભીડવા જાય છે અને અન્યને જાળમાં ફસાવવા જતાં પેાતે જ કરેાળિયાની માફક પાતાની જાળમાં જ ફસાઈ જવાના છે. રાજ નમુચીને લઇને પેાતાના પરિવાર સાથે સુત્રતાચાય સમીપે આયે. નમુચીએ આવતાં જ પેાતાના પાંડિત્યનું અભિમાન દર્શાવવા*ક ઢંગધડા વિનાંના પ્રશ્નો કર્યા. શાંત સુખમુદ્રાવાળા ને વિચક્ષણુ સુત્રતાથાય ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
*