________________
૭૦
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પ્રતિદિનના સાધુસંસર્ગથી સુદર્શનાના જીવનમાં અનેરો પલટે આવી ગયો. જાણે તે એક સાધ્વીની માફક જીવન ગાળતી હોય તેમ તેણે પોતાની રહેણુકરણ અને આહાર નિદૉષ અને પવિત્ર બનાવ્યા. એકદા તેણે દુઃખદ સંસારકારાગારથી મુક્ત થવાના ઉપાય તરીકે વ્રતનું સ્વરૂપ પૂછ્યું એટલે ગુરુમહારાજે સંયમ ધર્મના સોપાનરૂપ શ્રાવકનાં ધર્મ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે કહી સંભળાવ્યા. (૧) સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રત
કેઈપણ નિરપરાધી ત્રસ જીવને ઇરાદાપૂર્વક સંક૯પીને, જાણી જોઈને હણવાની બુદ્ધિએ હણ નહીં. ઘર, કૂપ, નદી, તડાગાદિકમાં તથા આરંભ સમારંભે, વ્યાપારમાં તેમજ
ઓષધાદિકના પ્રયોગથી હણાય તેની જય. આ વ્રતના પાંચ અતિચાર છે. તે અતિચાર લાગવા ન દેવા. આ અતિચાર નીચે પ્રમાણે જાણવા.
૧. વધ-ક્રોધ કરીને ગાય, ઘોડા પ્રમુખ પશુઓને મારવા, ૨. ગાય, બળદ પ્રમુખ જાનવરોને ગાઢ બંધનથી બાંધવા. ૩. છવિચ્છેદ–બળદ પ્રમુખના કાન છેદવા તથા નાથ ઘાલવી ઈત્યાદિ ૪. અતિભારારોપણ–બળદ પ્રમુખ ઉપર જેટલો બજે ભરાતા હોય તે કરતાં વધારે ભર. ૫. ભાત પાણીને વિચ્છેદ-ગાય, બળદ પ્રમુખને જ જે ખાવાનું અપાતું હોય તેના કરતાં ઓછું આપે તથા ચોગ્ય સમયે આપવાને બદલે મે ડું આપે. (૨) સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત
પાંચ મહાન જૂઠાં ન બેસવાં, તે આ પ્રમાણે-૧. કન્યાલીક એટલે કન્યા સંબંધી સગપણ, વિવાહાદિકમાં જૂઠું બોલવું નહીં. સોળ વર્ષની કન્યાને બાર વર્ષની કહેવી, બાર વર્ષની હોય તેને સોળ વર્ષની કહેવી ઈત્યાદિ જૂઠું બોલવું નહીં. ૨.
ગવાલીક એટલે ગાય, પશુ વિગેરે ચાર પગવાળાં જાનવર સંબંધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com