________________
પ્રકરણ નવમું
સુદર્શનાની સ્વર્ગપ્રાપ્તિ ગત પ્રકરણમાં આપણે જોઈ ગયા કે ધર્મનું સ્વરૂપ અને જિનચૈત્યનિમાંપણનું ઉત્કૃષ્ટ ફળ વિચારી-સમજી સુદર્શનાએ પિતાની હૃદયભાવનાનુસાર સારા શિલ્પીઓદ્વારા “ શકુનિકા વિહાર બંધાવ્યું. આ જિનાલય પૂર્ણ થયા બાદ તે નિરંતર ભાવપૂર્વક પ્રભુપૂજા કરવા લાગી. ત્રિકાળ સ્નાન કરી તે પિતાને વિશેષ સમય આ વિહારમાં જ વ્યતીત કરતી. જિનમતિની સૌમ્ય અને શાંત મુખમુદ્રા પ્રત્યે તેને અત્યંત ગુણાનુરાગ પ્રગટતે અને તેની ભાવના ભાવવામાં તથા અવલોકનમાં કલાકોના કલાક પસાર થઈ જવા છતાં તે અતૃપ્ત જ રહેતી હોય તેમ જણાતું. ખરેખર અમૃતપાનથી કે તૃપ્તિ પામ્યું છે?
ધીમે ધીમે ગુરુ-સંસર્ગ અને ઉપદેશશ્રવણથી તે સંસારભ્રમણના મૂળભૂત ક્રોધ, માન, માયા અને લોભ ઈત્યાદિનું સ્વરૂપ સમજી. જિનબિંબની પૂજા આવશ્યક છે તે સમજવા સાથે તેને એ પણ સમજવામાં આવ્યું કે તપશ્ચર્યા અને ધાર્મિક અનુષાને પણ એટલા જ અગત્યના ને આચરણીય છે. ધીમે ધીમે તેણે તપનું સ્વરૂપ અને પ્રકાર તેમજ નવતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પ્રાણી ભાવનાશીલ હોવા છતાં તેનું આચરણ શુદ્ધ અને ધર્મમય દેવું જોઈએ. માત્ર જ્ઞાનની એળખથી કે વિચારણાથી આત્મકલ્યાણ નથી સધાતું પણ તેને આચરણમાં ઉતારવાથી સધાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com