SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ * [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર માલૂમ પડે છે. સાલકી રાજવી સિદ્ધરાજ જયસિંહ તેમજ મહારાજા કુમારપાલે ભરુચના કાટ બધાવતા જે પત્થર વાપર્યાં હતા તેવા જ પત્થરો આ મસ્જીદમાં વાપરેલા માલૂમ પડે છે. આ બધા ચિહ્નો ઉપરથી પુરાતત્ત્વવિદે એવા મજબૂત અનુમાન પર આવ્યા છે કે ભરુચની આધુનિક જુમ્મા મસ્જીદ એ પ્રાચીન અને રાજકુમારી સુદર્શનાએ અધાવેલ શકુનિકા વિહાર' જ છે. આ શકુનિકાવિહાર સાહિત્ય-રચનામાં પણ સાધનભૂત હેતુ એમ કેટલાક ઉલ્લેખા પરથી જણાય છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિના પ્રશિષ્ય અને ‘કહારયણુકાશ’ના કત્તોં શ્રી દેવભદ્રસૂરિએ વ. સ’. ૧૧૬૫ માં પ્રાકૃતભાષામાં શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આ વિહારમાં જ રચ્યું હતું. વિ. સ ૧૨૩૩ માં વાદી દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃતભાષામાં શ્રી નેમિનાથ ચરિત્ર અને વિ. સ’. ૧૨૩૮માં ધમ દાસગણિકૃત ઉપદેશમાળા પર વૃત્તિ રચી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy