________________
શકુનિકાવિહાર
ઉલ્લેખ નજરે પડે છે. આંબડ શક્તશાળી અને રાજનીતિવિચક્ષણ હતું. તેણે પોતાના પરાક્રમથી મારવાડને પ્રદેશ કબજે કર્યો હતો તથા કેકણના અભિમાની રાજવી મલ્લિકાર્જુનને પરાસ્ત કર્યો હતે. તેની આવી શક્તિથી રજિત થઈ મહારાજા કુમારપાળે તેને “રાજપિતામહનું માનવંતું બિરુદ આપ્યું હતું. બાદ તેને લાટ દેશને દંડનાયક નીમવામાં આવ્યો અને તે સમયે તેણે પિતાના પિતાના અંતસમયની ઝંખનાની પૂર્તિ કરી.
મંત્રીકવર ઉદયન મહારાજા કુમારપાળના જમણા હાથ સદશ મનાતા. તેમના સમયમાં સેરઠના બહારવટીયાએ સારી રીતે માથું ઊચકયું એટલે તેને પરાભવ કરવા કુમારપાળે પિતાના લઘુબંધુ કીતિપાળની સાથે સહાયાર્થે ઉદયનને પણ મેકલ્યા. વીર વૈદ્ધાની માફક સમરાંગણમાં ઘૂમી તેમણે શત્રુને શકસ્ત તે આપી પરતુ એનું પરિણામ એ આવ્યું કે ઉદયન મત્રો સખ્ત રીતે ઘાયલ થયા. યમરાજને શરણે જવાની સર્વ તૈયારીઓ થઈ ચૂકી છતાં તેમને જીવ અકળામણ અનુભવવા લાગ્યો. કીર્તિપાળે એ યથા નીહાળી. તેમણે અનુમાન કર્યું કે ઉદયનને કંઇક ઈચ્છા રહી ગઈ છે અને તેની પતિના અભાવમાં તેને જીવ સુખપૂર્વક જતું નથી. કીતિપાળે શાંત વાણીથી ઉદયનને કારણ પૂછતાં તેમણે શત્રુંજયનું મુખ્ય મંદિર, શકુનિકાવિહાર તેમજ ગિરનારની પાજના જીર્ણોદ્ધારની પિતાની મનોભાવના વ્યક્ત કરી. કીતિપાલે વચન આપ્યું કે “ આદ્મભટ્ટ (આંબડ) તમારી ઈચ્છા પૂર્ણ કરશે. આ આશ્વાસન મળ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com