________________
૭૨ ઃ મેવાડના ગુહિલો નું પાણિગ્રહણ કર્યું, ત્યારથી તે અને તેના ક્ષત્રિય રાણીઓથી ઉત્પન્ન થયેલા પુત્ર ક્ષત્રિય કહેવાયા. આ વિષયમાં ઉપર્યુકત કલેકમાં કંઈ પણ શંકા રહેવા દીધી નથી.
ત્યાર પછી હિંદુસ્તાનના રાજકીય ક્ષેત્રમાં એકદમ પરિવર્તન થઈ ગયું. પઠાણ મુસલમાનો કરતાં બુદ્ધિમાં, બલમાં, ઉત્સાહમાં તેમ જ ઔદાર્યમાં સહસ્ત્રગુણ અધિક મુગલે આવ્યા, તેઓએ આખા રજપુતાનાને ગુલામ બનાવ્યું; છતાં મેવાડના રાણુઓએ નમ્યું આપ્યું નહિ; તેથી તેઓના રાજ્યની તે નિર્દય મુગલોએ અતિદુર્દશા કરી નાંખી. તેમ છતાં પણ ગુહિલે ગાંજયા ગયા નહિ. તેઓના ભાટચારણોએ પૂર્વજોના પરાક્રમાનાં યશગાન ગાઈને તેઓની નસમાં વીરતાને સતત વહેતી રાખી. તેવા સમયમાં અનેક દંતકથાઓ જન્મ પામે, પૂર્વનાં પરાકમે દૈવી ચમત્કારથી જ ઉકેલાય તે સ્વાભાવિક જ હતું. ઔરંગજેબના સમકાલીન રાણા રાજસિંહના રાયસાગરના લેખેમાંથી આપણને તે કાળની મદશાનું હૂબહૂ ભાન થઈ શકે છે. તે સમયના કવિઓએ બ૫ને મહાભારતના ભીમ અથવા અજુન જે કે સગર અથવા પરશુરામ જે ચીતર્યો છે. છતાં તેમાંથી કંઈ નવીન ઐતિહાસિક તત્વ પ્રાપ્ત થતું નથી, તેથી તે લેખનાં વચનો ઉદ્ધત કરી વિશેષ લંબાણ કરવાની જરૂર જણાતી નથી. સાર એટલો જ છે કે આપના કુલમાં બમ્પ સુધી સૌ બ્રાહ્મણે જ હતા અને તેઓ બ્રાહ્મણ ધર્મ પાળતા હતા. બમ્પ ક્ષત્રિય કન્યાઓ પર, તેના પુત્રો ક્ષત્રિયો કહેવાયા.
૬. ચતુર્થ વિભાગ ચાટસુના શિલાલેખમાં પ્રયુક્ત બ્રહ્મક્ષત્રપદને વિક્ષિતાથ
જયપુરના રાજ્યમાં આવેલ ચાટસુ ગામની સીમમાંથી એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com