________________
દક : મેવાડના ગુહિલે કહેલ છે. તે ઉપરથી શું સૂચિત થાય છે? નરવાહનનું મૂલ બીજ– (Sperm) તે વિપ્રનું જ છે, પરંતુ ક્ષેત્ર એટલે રજસ્તવ ( Ovum ) ક્ષત્રિયનું છે, એમ જાણે કે અજાણે સૂચિત થઈ ગયું છે, તે ઉપર ઓઝાશ્રીનું લક્ષ ગયું નથી. ૨. રાણું સમરસિંહના આબુ ઉપરના અચળેશ્વર મહાદેવના
મંદિરને શિલાલેખ ગુહદત્તથી ૪૧મી પેઢીએ અને બ૫થી ૩૪મી પેઢીએ થઈ ગયેલ રાણું સમરસિંહના ઈ. સ. ૧૨૭૪ની સાલના રસિયારાજની છત્રીના શિલાલેખનું તથા ઈ. સ. ૧૨૮૫ની સાલના અચળેશ્વર મહાદેવના મંદિરના શિલાલેખનું વિવેચન કર્યું છે. રસિયારાજની છત્રીના લેખમાં બમ્પને સ્પષ્ટ રીતે આનંદપુરને વિપ્ર કહ્યું છે. અચળેશ્વરના લેખને ૧૧ શ્લોક નીચે મુજબ છે :
हारीतात्किल बप्पकोंऽध्रिवलयव्याजेन लेभे महः । क्षात्रं धातृनिभाद् वितीर्य मुनये ब्राह्म स्वसेवाच्छलात् ॥ एतेऽद्यापि महीभुजः क्षितितले तद्वंशसंभूतयः ।
शोभंते सुतरामुपात्तवपुषः क्षात्रा हि धर्मा इव ॥ ६५ આ શ્લોકનું સવિસ્તર વિવરણ અને વિવેચન પાછળ કર્યું છે; એટલે અહીં તેની પુનરુકિત કરવાની આવ
શ્યકતા નથી. આખા લેકને સાર એટલે જ છે કે આપે પિતાનું બ્રહ્મતેજ (બ્રાહ્મણપણું ) હારીતરાશિને આપ્યું, તેના બદલામાં તેણે તેઓની પાસેથી ક્ષાત્રતેજ (ક્ષત્રિયત્ન) લીધું.
ત્યાર પછી તેના વંશના રાજાઓ શરીરધારી ક્ષાત્રધર્મો જાણે
૬૫. Bhavnagar Inscriptions, p. 85 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com