________________
૬૪ : મેવાડના ગુહિલે
ઉપરની કથાઓનું મિથ્યાત્વ વિદ્વર્ય એઝાશ્રીએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે. (પૃ. ૩૮૫-૩૮૯ તથા ૪૧૮-૪૨૦). છતાં પ્રોફેસર દેવદત્ત ભાંડારકરે તે કથાની ઉપેક્ષા કરી છે, તેઓની ઉપર કટાક્ષ કરતાં, તે પ્રસંગે તે જ કથાનું પ્રમાણ શા માટે આગળ ધરે છે, તે સમજી શકાતું નથી (પૃ. ૩૮૩).
રામચંદ્રજીના વાનરેની કથામાંથી જેમ અંગ્રેજોએ હિંદુસ્થાનનું રાજ્ય મેળવ્યું એટલું જ ઐતિહાસિક સત્ય પ્રાપ્ત થાય છે, તેમ ઉપરની બને કથાઓમાંથી ગુહિલાના મૂલપુરુષે આનંદપુરના બ્રાહ્મણો હતા અને તેઓના વંશજો ક્ષત્રિય જાતિમાં ભળવાથી ક્ષત્રિ કહેવાયા,-એટલું જ ઐતિહાસિક સત્ય પ્રાપ્ત થાય છે. તેની આસપાસ ગૂંથવામાં આવેલ સઘળે કથા ભાગ કલ્પિત જ છે, એમ સહજ સિદ્ધ થાય છે.
૪. દ્વિતીય વિભાગ ગુહિલવંશનું ક્ષત્રિત્વ દર્શાવનાર પ્રમાણે
૧. રાણા શક્તિકુમારને આદપુરને શિલાલેખ વિદ્વર્ય ઓઝાશ્રીએ ગુહિલેના મૂળપુરુષનું વિપ્રત્વ દર્શાવનાર પ્રમાણોની સામે તેના વંશજોનું ક્ષત્રિત્વ દર્શાવનાર પ્રમાણે મૂક્યાં છે. પરંતુ તેવી યુક્તિથી સ્વમતનું ખંડન અને પરમતનું ખંડન શી રીતે થઈ શકે છે ? બાપે ક્ષત્રિયત્ન ધારણ કર્યા પછી તેના વંશજોને ક્ષત્રિય કહેવા સામે કોણે વાંધે ઉઠાવ્યો છે? સ્વમતને સાધક વચને પ્રામાણિક અને બાધક વચનો અપ્રામાણિક –એ આગ્રહ ઈષ્ટ છે? છતાં જ્યારે તેવો આગ્રહ રાખવામાં આવ્યું છે, ત્યારે તેનું સમાલોચન પણ આવશ્યક થઈ પડે છે. સૌથી પ્રાચીન વિ. સં. ૧૦૩૪ ઈ. સ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com