________________
---
-
--
મેવાડના ગુહિલોઃ ૬૩ ગુહિલ કહેવાયા. બપે રાજ્ય મળ્યા પછી ક્ષત્રિય ધર્મ સ્વીકાર્યો અને ત્યારથી તે અને તેના વંશજો સૂર્યવંશી ક્ષત્રિય મનાવા લાગ્યા. આ ઐતિહાસિક સાદા અને ટૂંકા સત્યનું રૂપાંતર કરવાની ખાતર જ દંતકથાઓ ઘડવામાં આવી. પ્રાયશ જનસમૂહની મનોદશાને તેમ જ સંસ્કારિતાને અનુસરીને જ દંતકથાની જાળ ગૂંથવામાં આવે છે, અને તે જાળમાં લેકને
અરુચિકર સત્યને છુપાવી દેવામાં આવે છે. આપણું અંગ્રેજ રાજ્યકર્તાઓના સંબંધમાં જે એક દંતકથા જનતામાં પ્રચલિત છે, તે કોણ જાણતું નથી? અંગ્રેજોને પહેરવેશ દે, શરીરને રંગ દે, ભાષા જુદી, ચહેરો પણ જદે જ! તેઓ એક દમ આખા હિંદુસ્થાનના ધણું શી રીતે થઈ બેઠા ! જનતાની અંધશ્રદ્ધા, જનતાની નિર્બળતાનો દંતકથા જેડનારે લાભ લઈ લીધે. કહેવામાં આવે છે કે પૂર્વ જન્મમાં તેઓ રામચંદ્રજીને સાહાચ્ય કરનાર અને સીતાજીની શોધ કરનાર વાંદરાઓ હતા. રામ અને સીતા જેવાં ઈશ્વર અને શક્તિએ તેઓને ગ્ય બદલે આપવો જ જોઈએ. રામચંદ્રજીએ વરદાન આપ્યું કે “જાઓ, પૂર્વજન્મમાં તમે આખા હિંદુસ્થાનના ધણી થશે.” બસ ! ભેળા અને નિર્બળ થઈ ગયેલા હિંદુઓને આથી વધારે શું જોઈએ? અંગ્રેજોના સ્વામિત્વની કથા તેઓને ગળે ઝટ ઊતરી ગઈ ! વશે કે કવશે ધણીની ગુલામગીરી તે તેઓને કરવી જ હતી ! આ કથાથી પિતાની નિબંલતાને ખુલાસે થઈ ગયે! હજુ પણ ધર્મઘેલી, દેવદેવીઓમાં ભ્રમણ કર્યા કરતી હિંદુ જનતાની ભેળી અને નિર્બલ મને દશાને કણુ લાભ લેતું નથી? જેઓને જેમ ફાવે તેમ હોયે રાખે છે, બિચારી ભેળી હિંદુ પ્રજા તેવા જાદુગરેની જાળમાં ફસાય છે અને જ્યાં ઘસડે ત્યાં ઘસડાઈ જાય છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com