________________
૪૬ ઃ મેવાડના ગુહિલે ન્મત્ત હસ્તિના ગંડસ્થલનું ભેદન કરી માણિજ્ય હરી જનાર રાણ રાજસિંહને ઈશ્વરે પ્રકટ કર્યા હતા ઈ. સ. (૧૬૬૦–૧૬૮૦);
વાલામુખી પર્વત ફાટી નીકળે તેની જેમ મુસલમાને એક ખૂણેથી ફાટી નીકળ્યા અને આખા દેશ ઉપર દાવાનલની પેઠે ફરી વન્યા તેમજ તેઓ અહીં તહીં, જ્યાં ત્યાં ઈચ્છાનુસાર વિધ્વંસ કર્યા કરતા હતા, તે સમયે હિંદુસ્થાનની, હિંદુ સમાજની અને હિંદુધર્મની પ્રતિષ્ઠાનું તેમ જ ગૌરવનું કોઈએ પણ રક્ષણ કર્યું હોય, તે તે ઉદયપુરના રાજકર્તાઓ જ હતા. રાણા પ્રતાપસિંહથી તે અકબર જે બાદશાહ પણ થરથરતો હતો. ઉદયપુરના રાજવંશમાં ખરૂં ક્ષત્રિયત્ન છે, એમ તેઓએ સિદ્ધ કરી આપ્યું હતું. વિદ્વદ્વર્ય ઓઝાશ્રી કહે છે તેમ સમયાન્તરમાં ભાટચારણોએ કવિઓએ અને પંડિતાએ ગ્રંથ ગૂંથી ગુહિલવંશના કીર્તિસ્તંભે ઊભા કર્યા હતા, (“રાજપૂતાનેકા ઈતિહાસ પૃ. ૩૯૭). જેનેએ તે વલભીપુરના શીલાદિત્ય સાથે તેને સંબંધ મેળવી દીધે હિતે. વલભી રાજાએ સૂર્યવંશી હતા, એમ તેઓએ ઠરાવ્યું હતું. ત્યારે ઈ. સ.ના સત્તરમા સિકાના કવિઓને વિશેષ શે પ્રયાસ કરવાને રહ્યા! પંડિતે તૈયાર હતા, કવિઓની ખોટ ન હતી. તેઓએ વિવસ્વાન (સૂર્ય)ના પુત્ર મનુ સાથે ગુહિલ રાજાઓની વંશાવલિ મેળવી દીધી.
૪. રાણા રાજસિંહના સમયના રાયસાગરના શિલાલેખ રાણા રાજસિંહના દરબારના એક તૈલિંગ બ્રાહ્મણ, રણછેડ પંડિતે રાજપ્રશસ્તિ નામને એક સંસ્કૃત ભાષામાં વિસ્તૃત ગ્રંથ રચ્યો. કર્નલ ટેડ કહે છે કે રાણા રાજસિંહ ગાદીએ બેઠા પછી મેવાડમાં એક ભયંકર દુષ્કાળ પડ્યા. તે પ્રસંગે પિતાની પ્રજાનું કાયમને માટે જલાભાવનું દુઃખ ટાળવાને ઉદયપુરથી ૨૫ માઈલ દૂર રાજનગર કાંકડેલી નગર પાસે અર્વલીની પર્વત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com