________________
૨૮: મેવાડના ગુહિલે શંકરના કહેવાથી અચળેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું, અને ત્યાં સુવર્ણવજતંભ ઊભો કરાવ્યો હતો (લે. ૫૩–૫૯) તે ઉપરથી આ પ્રશસ્તિ તેમ જ રસિયાજીની છત્રીની પ્રશસ્તિ
– એ બન્ને પ્રશસ્તિઓ રાણા સમરસિંહે પતે શિલાલેખમાં કોતરાવ્યાનું અનુમાન થઈ શકે છે, તે (અચળેશ્વરમંદિરના) લેખના પાંચમા અને છઠ્ઠા ક્ષેત્રમાં ગુહિલવંશનું યશગાન કરી, સાતમા કલેકમાં અ૫ની પ્રશંસા કરી છે. આઠમા લેકમાં નાગફુદનું તેની પાસે આવેલ તપોવનનું અને તેમાં તપશ્ચર્યા કરનાર હારીતરાશિનું વર્ણન કર્યું છે, તેમ જ બાપને તેણે રાજ્યશ્રી આપી, એમ પણ કહ્યું છે. અગિયારમા શ્લોકમાં તે સ્પષ્ટ કહ્યું છે કેઃ
हारीतात्किल बप्पकोंऽघ्रिवलयव्याजेन लेभे महः । क्षात्रं घातृनिभाद् वितीर्य मुनये ब्राह्म स्वसेवाछलात् ।। एतेऽद्यापि महीभुजः क्षितितले तईशसंभूतयः ।।
शोभंते सुतरामुपात्तवपुषः क्षात्रा हि धर्मा इव ॥ २४ બપે સેવારૂપે (પિતાનું) બ્રહ્મતેજ બ્રહ્મા સરખા હારીતરાશિને અર્પણ કરી તેના બદલામાં તે હારિતરાશિ પાસેથી સુવર્ણની બેડીના રૂપમાં ક્ષાત્રતેજ મેળવ્યું. તેના વંશના રાજાઓ અદ્યાપિપર્યત શરીરધારી ક્ષાત્રધર્મો જાણે હેય નહિ, તેવા પૃથ્વી ઉપર બહુ શોભે છે.
આ શ્લોકથી સઘળા સંશનું નિઃશેષ છેદન થઈ જાય છે. બપે પિતાનું બ્રાહ્મણત્વ હારીતરાશિને આપ્યું, અને હારિતરાશિએ પિતાનું ક્ષત્રિયત્વ અપને આપ્યું એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે.
ત્યારે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે હારીતરાશિ કઈ જાતિના હતા? વિદ્વર્ય એઝાશ્રીએ પોતે જ કહ્યું છે કે તેઓ
* મન, નખ
ર૯. તે જ, પૃષ્ઠ ૮૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com.