________________
૧૪ઃ મેવાડના ગુહિલો
अस्ति नागहृदं नाम सायामामिह पत्तनं ।
चके तपांसि हारीतराशिर्यत्र तमोधनः ॥ ८ ॥ [ તે મેવાડ દેશમાં નાગહદ નામનું અતિ વિશાલ નગર છે. તપ જેનું ધન છે, તેવા હારીતરાશિ ત્યાં તપશ્ચર્યા કરતા હતા. ]
વિદ્વદ્વર્ય વૈઘમહાશયે “આનંદપુર એટલે નાગહૃદ” એ અર્થ કર્યો છે. પરંતુ ખુદ રજપૂતાનાના પંડિતાએ પણ તે અર્થ કરવાની હિંમત કરી નથી; એટલું જ નહિ પણ કોઈ પણ શિલાલેખમાં, દાનપત્રમાં કે પુસ્તકમાં નાગહુદને આનંદપુર કહેલ હાય, એમ જાણવામાં આવ્યું નથી. છતાં તેઓએ ચિતોડના શિલાલેખના આઠમા કલેકમાંથી પહેલું ચરણ અને નવમા લેકમાંથી પહેલું ચરણ ખેંચી કાઢી, તે બંને ચરણેને સાથે સાથે મૂક્યાં છે, (પૃ. ૮૯ પાદટિપ્પણ); અને તેમાંથી આનંદપુર નાગહૃદ એવું સમીકરણ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે; પરંતુ તે જ મુજબ નવમા લોકનાં છેલ્લાં બે ચરણો ઉપચુંકત ચરણોની સાથે મૂક્યાં હોત તો તે ચાર ચરણમાંથી વાચક પિતે પોતાનું અનુમાન ઉપજાવી શકત, અને પછી કાંઈ પણ ભ્રમ થવાનું કારણ રહેત નહિ. આઠમા શ્લોકના પહેલા ચરણમાં નાગહુદને ઈલાખંડનું ભૂષણ કહ્યું છે. કવિના હૃદયમાં તે નાગાહુદ અને આનંદપુર એક જ હોત તે ફરીથી તેવું જ વિશેષણ આનંદપુરને લગાડીને પુનરુક્તિને દોષ હેરી લેવાની તેને શી જરૂર પડી હતી ? બંને લોકો કવિની વિવક્ષા સુસ્પષ્ટ કરે છે. નાગહૃદ અને આનંદપુર ઉભય નગરે તે સમયે સમાન સમૃદ્ધિસંપન્ન હતાં, એમ કવિને હાર્દિક આશય છે. તે સિવાય નવમા 2લોકના ત્રીજા અને ચોથા ચરણમાં તે કવિએ ચોખી રીતે કહ્યું છે કે બમ્પરાવલ આનંદપુરમાંથી નીકળી ને હારતરાશિ પાસે ગયે. હારીતરાશિ ક્યાં હતા? અચળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com