________________
મેવાડના ગુહિલો : ૭ ૨. પ્રાપ્ત પ્રમાણેનું વર્ગીકરણ પ્રોફેસર દેવદત્ત ભાંડારકરે પિતાના લેખમાં જે પ્રમાણ આપ્યાં છે, તે સર્વને વિદ્વદ્વર્ય એઝાશ્રીએ પૂર્વપક્ષરૂપે ઉલ્લેખ કર્યો છે. તદુપરાંત તે પૂર્વપક્ષને બાદ કરતાં જે જે પ્રમાણે મળી આવ્યાં, તે પ્રમાણે પણ ઉમેરવામાં આવ્યાં છે. તે સઘળાં પ્રમાણેને તેઓએ (પૃ. ૩૮૪ મે) ઉપસંહાર કરી, ગુહિલેને સૂર્યવંશ સ્થાપિત કર્યો છે. પરંતુ સઘળાં પ્રમાણમાં જે વિલક્ષણતા તરી આવે છે, તે તેઓએ લક્ષમાં લીધી નથી. તે વિલક્ષણતાનુસાર તે પ્રમાણેના નીચે પ્રમાણે બે મુખ્ય વિભાગે પડી જાય છે. ૧. તે સર્વ પ્રમાણમાં ગુહિલોના મૂલ પુરુષ અથવા પુરુષોને વિખે.
કહેલ છે. ૨. તેના વંશજોને વિષે નહિ, પણ ક્ષત્રિય કહેલ છે, તેમજ તે
ભેદ પાડવાનાં કારણે પણ આપ્યાં છે.
એ બે વિભાગનું મિશ્રણ કરી નાંખવાથી, ઘણો સંભ્રમ ઉત્પન્ન થયે છે.
એ પ્રમાણે આખા વિવાદભાગના ખરી રીતે માત્ર બે જ વિભાગો પડી શકે. પરંતુ આઝાશ્રીએ જે પદ્ધતિથી દલીલ રજ કરી છે, તેનું સમ્યક્ સ્પષ્ટીકરણ કરવા માટે તે દલીલોને ચાર વિભાગમાં વહેચી નાંખવાની જરૂર પડે છેઃ ૧. પહેલો વિભાગ એટલે ગુહિલોના મૂલ પુરુષોનું વિપ્રત્વ દર્શાવ
નાર પ્રમાણને વિભાગ; તેમાંનાં પણ કેટલાંક પ્રમાણે એવાં જણાય છે કે જેમાંથી તેઓનું ક્ષત્રિયત્વ પણ સમજી શકાય. તેથી પહેલા વિભાગના બે પેટાવિભાગો પાડવાની જરૂર પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com