________________
૬ : મેવાડના ગુહિલેા
દશા છે. છતાં આસપાસના પ્રાંતેાની એટલી બધી સામગ્રીએ પ્રકાશમાં આવી છે કે ગુજરાતના *તિહાસ માટે હવે બીજા રાજવડેની જરૂર રહી નથી. છતાં ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છમાંથી મળી આવે તેટલી સામગ્રીઓનું સ ંશોધન કરવાને માટે ગુજરાતને પણ જીવનાપણુ કરનાર સહૃદય વિદ્વાનની હજી પણ પૂરી અપેક્ષા છે. બંગાળીસાહિત્યપરિષદની પેઠે ગુજરાતી સાહિત્યપરિષદ તે કાય કયારે ઉઠાવી લેશે ? મગાળી સાહિત્યપરિષત્પત્રિકામાં જ્યારે વિજ્ઞાન, ઇતિહાસ અને પુરાતત્ત્વના મનનીય લેખા પ્રકટ થાય છે, ત્યારે આપણી સાહિત્યપરિ ષત્પત્રિકા આઠમી બેઠકમાં રજુ થયેલા નિખ ધાથી પેાતાનુ ભરણુ ભરે છે. આશા છે કે ખીજા પ્રાંતાના દૃષ્ટાંતા લઇ ગુજરાત સત્વર સચેત થશે.
'
હવે પ્રસ્તુત વિષય ઉપર આવતાં, એટલું તેા કહેવું જ જોઇએ કે મેવાડના ગુહિલેા વિષે વિદ્વન્દ્વય એઝાશ્રીએ પેાતાના રાજપૂતાને કા ઇતિહાસ ’ ( પૃ. ૩૭૦–૩૮૪ )માં સવિસ્તર ઊહાપેાહ કરીને, તે ગુહિલેા સૂર્યવંશી ક્ષત્રિયા છે, એમ સિદ્ધ કરવાને કઇ પણ કચાશ રાખી નથી. છતાં તેઓએ તે વિષે જે વિવાદ ઉપસ્થિત કર્યાં છે, અને તેને અંગે જે લીલેા રજુ કરી છે, તે વિવાદ અને તે દલીલાનુ પૃથક્કરણ કરતાં તેમાંથી અનેક ત્રુટિઓ તરી આવ્યા વિના રહેતી નથી. ઉદ્દયપુરના રાણાવ ́શનુ વિપ્રત્વ અથવા નાગરત્વ સિદ્ધ કરવાના આ લેખકને લેશ માત્ર પણ મમત નથી. છતાં સત્યની ખાતર સત્યના આવિષ્કાર તા કરવા જ જોઈએ. અને તે જ ઉદ્દેશથી અહીં માત્ર તે વિષયને લગતી કેટલીક નોંધેા નોંધી રાખવાની તે પૂરી આવશ્યકતા જણાય છે. તે નોંધેા ખંડનાથે નહિ પણ વિશેષવિચારાથે જ છે, એમ આરંભમાં જ જણાવી દેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com